Homeગુજરાતશહેરામાં ગરબા,આરતી,અને કોડિયા સુશોભનની સ્પર્ધા યોજાય | Panchmahal News Shahera

શહેરામાં ગરબા,આરતી,અને કોડિયા સુશોભનની સ્પર્ધા યોજાય | Panchmahal News Shahera

-

પંચમહાલના શહેરા ખાતે વિનયન કોલેજ દ્વારા સપ્તધારા રંગ કલા કૌશલ્ય હેઠળ ગરબા શુશોભન સ્પર્ધાનુ આયોજન.

એહવાલ – ગણપત મકવાણા (Panchmahal News – Shahera) શહેરા તા.12 – સરકારી વિનયન કોલેજ શહેરામાં નવરાત્રી પર્વ નિમિત્તે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, આજે કોલેજમાં આચાર્ય ડો.વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની રંગ કલાકૌશલ્ય ધારા અંતર્ગત સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા સુશોભન, આરતી સુશોભન અને કોડિયા સુશોભનની સ્પર્ધા રાખવામાં આવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

રંગકલા કૌશલ્ય ધારાના કો-ઓર્ડીનેટર ડો. કાજલબેન પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રંગકલા અને સુશોભન સ્કીલ અંગેનું માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેમના પ્રયત્નથી કોલેજના ૨૨ જેટલા છોકરા-છોકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આજની આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. દિનેશભાઈ માછી તેમજ ગુજરાતી વિભાગના ડૉ. સંસ્કૃતિ બેન પરમારે સેવાઓ આપી હતી. કોલેજના સૌ શૈક્ષણિક સ્ટાફે વિદ્યાર્થીઓના આ ઇનોવેટિવ સર્જનાત્મક કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Must Read