Homeગુજરાતપોલીસ ભરતીને અનુલક્ષીને પ્રેકટીસ ગ્રાઉન્ડ શરૂ કરવામા આવ્યું | Panchmahal News

પોલીસ ભરતીને અનુલક્ષીને પ્રેકટીસ ગ્રાઉન્ડ શરૂ કરવામા આવ્યું | Panchmahal News

-

શહેરાના નાંદરવા અને ઉમરપૂર ખાતે યુવાવર્ગ માટે પ્રેકટીસ ગ્રાઉન્ડ શરૂ કરવામાં આવતા આનંદ

વિપુલ મકવાણા – પંચમહાલ(Panchmahal News) શહેરા(Shahera) તા.11 – પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા ના ઉમરપુર અને નાંદરવા ખાતે પોલીસ ભરતીને અનુલક્ષીને પ્રેકટીસ ગ્રાઉન્ડ શરૂ કરવામા આવ્યા

ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં વિવિધ પોસ્ટની ભરતી આવી રહી છે.સાથે કેન્દ્ર સરકારમાં આવતા સુરક્ષા વિભાગોમાં સંભવિત ભરતીને લઈને યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ આર્મી,સહીતની ભરતીમાં શારીરીક પરિક્ષા ખુબજ મહત્વની બને છે.તે પાસ કરવામા આવે પછી આગળ પરિક્ષામાં સફળતા મળે છે.શહેરા તાલુકાના ઉમરપુર ગામે પ્રેકટીસ ગ્રાઉન્ડ તૈયાર કરવામા આવ્યુ છે. જેને રીબીન કાપીને ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ,

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

પંચમહાલના વધુ સમાચાર – વિનયન કોલેજમાં સપ્તધારા ની “નાટ્યધારા” અંતર્ગત “નાટ્ય ક્લબ” ની રચના બાબતે કાર્યક્રમ યોજાયો. 


જેના થકી પણ યુવક-યુવતીઓ તાલીમ મેળવી શકશે.અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરી શકશે. આ ગ્રાઉન્ડ તૈયાર થતા યુવાનો-યુવતીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે પ્રેકટીસ ગ્રાઉન્ડનો પ્રારંભ કરવામા આવ્યો છે.દશામાના મંદિર પાસે આવેલા મેદાનમાં દોડનો ટ્રેક બનાવામાં આવ્યો છે.ભરતી પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને દોડ પણ લગાવી પ્રેકટીસનો પ્રારંભ કર્યો હતો.યુવાવર્ગ તાલીમ મેળવીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરી શકશે. આ ગ્રાઉન્ડ તૈયાર થતા યુવાનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર – ગણપત મકવાણા પંચમહાલ

Must Read