Homeગુજરાતપાવાગઢ ખાતે નવરાત્રીના તહેવારને લઈને માઇભક્તોનુ ઘોડાપુર | Panchmahal News

પાવાગઢ ખાતે નવરાત્રીના તહેવારને લઈને માઇભક્તોનુ ઘોડાપુર | Panchmahal News

-

અહેવાલ – ગણપત મકવાણા (Panchmahal News) આસો સુદ નવરાત્રિ માં એ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તેમજ ૫૧ શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ ખાતે બિરાજમાન શ્રી મહાકાળી માતાજી દર્શનાર્થે એક લાખ જેટલા માઇભકતો ઉમટી પડ્યા હતા

પાવાગઢ(Pavagadh).તા 08 નવરાત્રિ એ માતાજી ના ચરણોમાં શીશ ઝૂકાવવા ભક્તો આગલી રાતથી જ પાવાગઢ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા નીજ મંદિરના દ્વાર ખુલતા પહેલા મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા હતા જ્યારે નીજ મંદિરના દ્વાર ખુલતા ભક્તોએ જય માતાજી ના ભારે જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

જ્યારે ભક્તોએ નીજ મંદિરના દ્વાર ખુલતા શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.જયારે નવરાત્રી પર્વને લઇ પાવાગઢ ખાતે યાત્રિકો નો ઘસારો વધુ હોવાને લઇ યાત્રિકોની સુરક્ષા અને સલામતી ને લઈ કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ તેમજ ટ્રાફિક નિયમન યોગ્ય કરાયુ હતુ.

જ્યારે જિલ્લા સમાહર્તાને જાહેરનામા ના પગલે એસટી બસ દ્વારા 24 કલાક 45 બસ અવિરત પાવાગઢ તળેટી બસ સ્ટેન્ડ પાવાગઢ ડુંગર માંચી સુધી દોડાવી હતી.પાવાગઢ તળેટી થી લઈ નિજ મંદિર સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

જેમાં ડીવાયએસપી, પી.આઈ, પી.એસ.આઇ એસઆરપી મહિલા પોલીસ હોમગાર્ડ આમ કુલ મળી 800 ઉપરાંત પોલીસ કર્મીઓ 24 કલાક ખડે પગે રહી યાત્રિક ઉપર બાજ નજર રાખવામાં આવતી હતી. આ ઉપરાંત તળેટીથી ડુંગર સુધી ઠેર ઠેર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી.

Must Read