Homeગુજરાતવલ્લભપુર ગામ ખાતે વિજિલન્સ ટીમે ખાણોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું.

વલ્લભપુર ગામ ખાતે વિજિલન્સ ટીમે ખાણોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું.

-

ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અલગ-અલગ ટીમો કરીને પથ્થરની લીઝ માં તપાસ કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવતા ખનીજચોરો માં ભારે ફફડાટ ફેલાયો હતો.

Panchmahal News – પંચમહાલના શહેરા તાલુકાના વલ્લભપુર ખાતે આવેલી લીઝ પર ગાંધીનગરની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેને લઈને ગેરકાયેસર ચલાવતા(miners operating illegally) ખાણ માલિકોમાં ફફડાટ…

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે ગાંધીનગર ખનીજ વિભાગની વિજિલન્સ ટીમે જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને પથ્થરની લીઝ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી.ઘણી વિભાગની ટીમ દ્વારા લીઝની માપણી કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૂખ્યમંત્રી સહિતને આ મામલે રજુઆત પણ કરવામા આવી હતી.

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે ખાણ ખનીજ વિભાગની ગાંધીનગરની વિજિલન્સની ટીમે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને વલ્લભપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી.ગાંધીનગર વિજિલન્સની ટીમ અને જિલ્લા ખાણખનીજ વિભાગની ટીમે ગામના જાગૃત નાગરિક જશવંતસિંહ સોલંકીને સાથે રાખીને પથ્થરની લીઝ માપણી સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અલગ-અલગ ટીમો કરીને પથ્થરની લીઝ માં તપાસ કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવતા ખનીજચોરો માં ભારે ફફડાટ ફેલાયો હતો. ગામના જાગૃત નાગરિકો દ્વારા આ ગામની સરકારી જમીન માંથી કાઢવામાં આવતા ગ્રેનાઈટ પથ્થરની ખાણો હવે ફરી શરુ ના થાય તેમજ આ ગેરકાયદેસર ચાલતી ખાણો પર પ્રતિબંધ લાગે તેવી માંગણી કરી હતી.

અને વધુમાં એવી માંગણી પણ કરી હતી કે, હવેફરી શરૂ કરવામાં આવી જોઈએ નહીં તે સહિતની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તાલુકામાં ગાંધીનગરની ટીમ આવતા ગેરકાયદેસર ખનીજચોરોના ફરતા વાહનો ઉપર બ્રેક લાગી ગઇ હતી.

અહેવાલ – ગણપત મકવાણા

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....