Sunday, May 15, 2022

શું અમે તમારા ગુલામ છીએ ? ભારતને આવો જ પત્ર લખ્યો છે ?: ઈમરાનખાન

આજના સમાચાર, પાકિસ્તાન Pakistan ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને Pakistan PM Imran Khan રવિવારે ઇસ્લામાબાદમાં પશ્ચિમી દેશોના 22 રાજદૂતો પર આકરા પ્રહારો કર્યા હતા, જેમણે ગયા અઠવાડિયે યુક્રેન પર રશિયન આક્રમણની Russia Invasion of Ukraine નિંદા કરવા પાકિસ્તાનને વિનંતી કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, પાકિસ્તાનના પીએમ રવિવારે પશ્ચિમી દેશોના રાજદ્વારીઓની વિનંતી પર ગુસ્સે થઈ ગયા અને તેમને પૂછ્યું કે શું પાકિસ્તાન તમારો “ગુલામ” છે ?

Pakistan PM Imran: શું અમે તમારા ગુલામ છીએ ? ભારતને આવો જ પત્ર લખ્યો છે ? -આજના સમાચાર

યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સહિત 22 રાજદ્વારી મિશનના વડાઓએ 1 માર્ચે સંયુક્ત પત્ર જારી કરીને પાકિસ્તાનને યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરતા યુએન જનરલ એસેમ્બલીમાં ઠરાવને સમર્થન આપવા વિનંતી કરી હતી. આ પત્ર રાજદ્વારીઓ દ્વારા જાહેરમાં બહાર પાડવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે.

જૂઓ વીડિયો- 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા

રવિવારે એક રાજકીય રેલીને સંબોધતા પાક પીએમએ કહ્યું, “તમે અમારા વિશે શું વિચારો છો ? શું અમે તમારા ગુલામ છીએ… કે તમે જે કહો તે અમે કરીશું ?”
આ કિસ્સામાં, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાન થયું, ત્યારે પશ્ચિમી દેશોના પરંપરાગત સાથી પાકિસ્તાને મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું. જનરલ એસેમ્બલીમાં મોટાભાગના દેશોએ રશિયાના પગલાની ટીકા કરી હતી અને યુક્રેન પર તેના હુમલાની નિંદા કરી હતી.

જૂઓ વિડીયોમહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

ઈમરાન ખાને પોતાના સંબોધનમાં પશ્ચિમી દેશોના રાજદ્વારીઓને પણ પૂછ્યું કે શું તમે ભારતને પણ આવો જ પત્ર લખ્યો છે? જ્યારે ભારતે પણ UNSC અને UNGAમાં આ મામલે મતદાનમાં ભાગ લીધો ન હતો. ઈમરાન ખાને કહ્યું કે યુક્રેનને કારણે પાકિસ્તાનને નુકસાન થયું છે કારણ કે તેણે અફઘાનિસ્તાનમાં નાટો ગઠબંધનને સમર્થન આપ્યું હતું. ખાને કહ્યું કે પાકિસ્તાન કોઈપણ જૂથમાં સામેલ નથી.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...