Homeઆંતરરાષ્ટ્રીયમહિલા આત્મધાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી, 3 ચીની નાગરિકો સહિત 4 ના...

મહિલા આત્મધાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી, 3 ચીની નાગરિકો સહિત 4 ના મોત: પાકિસ્તાન

-

Karachi University Blast Video News : પાકિસ્તાનમાં Pakistan મંગળવારે કરાચી યુનિવર્સિટી મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. આ બ્લાસ્ટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ કરાચી યુનિવર્સિટીના કેમ્પસની અંદર એક કાર પાસે થયો હતો. જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

જિયો ટીવી Jio TV અનુસાર કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ Karachi University Confucius Institute પાસે એક વાનમાં વિસ્ફોટ Blast થયો હતો.મૃતકોમાં ત્રણ ચીની નાગરિકોનો સમાવેશ થાય છે.આનાથી પાકિસ્તાનની નવી શાહબાઝ શરીફ સરકાર માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે. પાકિસ્તાનમાં પોતાના રોકાણને ધ્યાનમાં રાખીને ચીન સતત પોતાના નાગરિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. હુમલા સાથે જોડાયેલ એક સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવી રહ્યો છે, જેમાં મહિલા રોડની બાજુમાં ઉભી હતી. વાન નજીક આવતાં તેણે પોતાની જાતને ઉડાવી દીધી. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે.

આનાથી પાકિસ્તાનની નવી શાહબાઝ શરીફ સરકાર માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે. પાકિસ્તાનમાં પોતાના રોકાણને ધ્યાનમાં રાખીને ચીન સતત પોતાના નાગરિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. હુમલા સાથે જોડાયેલ એક સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવી રહ્યો છે, જેમાં મહિલા રોડની બાજુમાં ઉભી હતી. વાન નજીક આવતાં તેણે પોતાની જાતને ઉડાવી દીધી. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે.

Pakistan Blast Video : મહિલા આત્મધાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી

જિયો ટીવી અનુસાર, મૃતક ચાઈનીઝ નાગરિકોની ઓળખ કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હુઆંગ ગુઈપિંગ, ડીંગ મુપેંગ અને ચેન સાઈ તરીકે થઈ છે. જ્યારે તેનો પાકિસ્તાની ડ્રાઈવર ખાલિદ અહેમદ પણ આ બ્લાસ્ટમાં માર્યો ગયો છે.

બે ઘાયલોમાં એક ચીની નાગરિક વાંગ યુકિંગ અને બીજો ગાર્ડ હમીદ છે. સૂત્રોનું કહેવું છે કે અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગયા વર્ષની શરૂઆતમાં ખૈબર પખ્તુનખ્વામાં બસ બ્લાસ્ટમાં નવ ચીની નાગરિકોના મોત થયા હતા. આ મામલે ચીની સરકારે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું અને પાકિસ્તાનની તત્કાલીન ઈમરાન ખાન સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...