Homeરાષ્ટ્રીયભારતએ ફરી પાકિસ્તાનને કરાવ્યું ચુપ

ભારતએ ફરી પાકિસ્તાનને કરાવ્યું ચુપ

-

સંયુક્ત રાષ્ટ્રમાં ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા – Pakistan for raising the Kashmir issue at the United Nations

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રની છઠ્ઠી સમિતિને કહ્યું કે પાકિસ્તાન સૌથી મોટો ગુનેગાર અને આતંકવાદનો સમર્થક છે, તેનો ભોગ બનવાનો ઢોંગ કરે છે. સત્ર દરમિયાન, કાઉન્સેલર/કાનૂની સલાહકાર ડો.કાજલ ભટ્ટે આ પ્રસંગે જણાવ્યું હતું કે તમામ સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સાધનો અને સંમેલનોમાં નિશ્ચિત તેમની જવાબદારીઓ પૂરી કરવી જોઈએ. પાકિસ્તાનની સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત મુનીર અકરમે છઠ્ઠી સમિતિની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને પોતાની ટિપ્પણીમાં ભારત સામે પાયાવિહોણા આરોપો લગાવ્યા બાદ ભારતની તીવ્ર પ્રતિક્રિયા આવી છે.

જમ્મુ અને કાશ્મીર ભારતનો એક ભાગ છે અને રહેશે: ડો.કાજલ ભટ્ટ
ડો.કાજલ ભટ્ટે છઠ્ઠી સમિતિની બેઠકમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા પાકિસ્તાનના યુએન દૂત મુનીર અકરમને જવાબ આપતા કહ્યું કે જમ્મુ -કાશ્મીર ભારતનો એક ભાગ છે અને રહેશે. જો તમે અહીં આતંકવાદ દ્વારા અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કરો છો, તો અમારી સેના તમને જવાબ આપવા સક્ષમ છે. ભટ્ટે કહ્યું કે અમે પાકિસ્તાનને તેમના દેશમાં હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને અન્ય લઘુમતીઓ પરના અત્યાચારોનો અંત લાવવા હાકલ કરીએ છીએ.

વૈશ્વિક સ્તરે આતંકવાદ ચાલુ છે:ડો.કાજલ ભટ્ટ
ભટ્ટે કહ્યું કે વૈશ્વિક સ્તરે આતંકવાદ ચાલુ છે, નવા પ્રદેશોમાં ફેલાયેલો છે, આતંકવાદીઓ તેમના ઉદ્દેશોને આગળ વધારવા અને તેમના દુષ્ટ કાર્યો કરવા માટે નવી અને ઉભરતી ટેકનોલોજી જેવી કે ડ્રોન, વર્ચ્યુઅલ કરન્સી અને એન્ક્રિપ્ટેડ સંદેશાવ્યવહાર સુધી પંહોચીને પોતાની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

આતંકવાદને નિયંત્રિત કરવા માટે CCIT નું સંચાલન: ડો. કાજલ ભટ્ટ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની છઠ્ઠી સમિતિ (કાનૂની) બેઠકમાં તેમણે કહ્યું હતું કે ભારતે આતંકવાદ સામે લડવા માટે વ્યાપક કાનૂની માળખું પૂરું પાડવા માટે સીસીઆઈટીનો મુસદ્દો તૈયાર કર્યો હતો. અમે દ્રઢપણે માનીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રસંઘે આ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....