Homeઆંતરરાષ્ટ્રીયજલ્દી જ પાકિસ્તાન એરલાઇન્સ શરૂ કરશે કાબુલ માટે ફ્લાઇટ

જલ્દી જ પાકિસ્તાન એરલાઇન્સ શરૂ કરશે કાબુલ માટે ફ્લાઇટ

-

Pakistan Airline resume early flights for Kabul: Gujarati International News Satyamanthan.

  • જલ્દી જ પાકિસ્તાન એરલાઇન્સ કાબુલ માટે ફ્લાઇટ શરૂ કરશે

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રવક્તાએ શનિવારે એએફપીને આ માહિતી આપી હતી. ગયા મહિને 15 ઓગસ્ટના રોજ તાલિબાનોએ કાબુલ પર કબજો જમાવ્યા બાદ PIA એ પ્રથમ વિદેશી વ્યાપારી એરલાઇન કંપની છે જેને ફ્લાઇટ ફરી શરૂ કરે છે. નોંધપાત્ર બાબત એ છે કે તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ ભયજનક બની ગઈ હતી અને લોકો દેશ છોડીને જવા લાગ્યા હતા.

30 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછી ખેંચાયા બાદ કાબુલ એરપોર્ટ પર સ્થિતિ ગંભીર બની ગઈ હતી. દેશ છોડવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેના કારણે એરપોર્ટ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. કાબુલ એરપોર્ટ દ્વારા 120,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તાલિબાન કતારની ટેકનિકલ સહાયથી કાબુલ એરપોર્ટને ફરી કાર્યરત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તાલિબાનની રાજકીય ઓફિસ કતારની રાજધાની દોહામાં આવેલી છે, જ્યાંથી તાલિબાનોએ અમેરિકા સાથે શાંતિ કરાર કર્યો હતો.

પીઆઈએના પ્રવક્તા અબ્દુલ્લાહ હાફીઝ ખાને એએફપીને જણાવ્યું કે, ‘અમને ફ્લાઇટ ફરી શરૂ કરવા માટે તમામ તકનીકી મંજૂરીઓ મળી છે. અમારું પ્રથમ કમર્શિયલ વિમાન 13 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદથી કાબુલ માટે રવાના થશે. ખાને કહ્યું, પીઆઇએની સેવા માંગ પર આધારિત રહેશે. માનવીય સહાય એજન્સીઓ અને પત્રકારો તરફથી આ વિનંતીઓ મળી છે છેલ્લા બે દિવસમાં કતાર એરવેઝે કાબુલથી બે ચાર્ટર ફ્લાઇટનું સંચાલન કર્યું છે. વિદેશીઓ અને અફઘાન નાગરિકો તેમાં હતા.

તે જ સમયે, અમેરિકાએ શુક્રવારે તેના 21 નાગરિકો અને 11 ગ્રીનકાર્ડ ધારકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા. વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને આ માહિતી આપી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે, આજે અમે 21 અમેરિકી નાગરિકો અને 11 કાયદેસર કાયમી રહેવાસીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે.” બ્લિંકને કહ્યું કે, અમે 44 અમેરિકી નાગરિકોને બેઠકોની ઓફર કરી હતી, પરંતુ તે બધાએ મુસાફરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી. અમે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મર્યાદિત ફ્લાઇટ્સ ચલાવવા અને આ વિમાનોની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ માટે કતારના સતત પ્રયાસો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...