Homeગુજરાતરાજકોટટેન્કરમાંથી ગેસ ચોરીનું કારસ્તાન ઝડપી પાડતું સ્ટેટ મોનિટરિંગ સેલ: પડધરી

ટેન્કરમાંથી ગેસ ચોરીનું કારસ્તાન ઝડપી પાડતું સ્ટેટ મોનિટરિંગ સેલ: પડધરી

-

આજના તાજા સમાચાર રાજકોટ  : ગતરોજ 18 જૂલાઈના રોજ મોનિટરિંગ સેલે મોરબીના રોજપર રોડ પરથી ઈંગ્લીશ દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ત્યારે હવે રાજકોટ જામનગર હાઈવે પર ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજકોટના પડધરી (Paddhari) નજીક હાઈવે પરથી રોજ ગેસના ટેન્કર પસાર થતા હોય છે. ત્યારે આ ટેન્કરમાંથી ડ્રાયવરની મદદથી ગેસ ચોરી કરવાના કારસ્તાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોનિટરિંગ સેલે બાતમીના આધારે કુલ રૂપિયા 49 લાખ 46 હજાર 170નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

thieving gas from truck tanker near Rajkot paddhari state monitoring cell raid and arrest accused gujarati news
ગેસ ચોરી કરવાનું કારસ્તાન ઝડપાયું

આ આરોપીઓની ધરપકડ

  1. દિનેશ ખાંભરા
  2. સાગર ગોહેલ
  3. સિંધાભાઇ વરુ
  4. મુકેશ ગુપ્તા
  5. મહેશ ચાવડા
  6. ગોરધન ડાભી
  7. સિંધા ભુંડીયા

કબ્જે કરેલો મુદ્દામાલ

  • 24 નંગ ગેસ સિલિન્ડર કિંમત રૂપિયા 48000
  • નોઝલ ફિટ કરવા 5 પાઇપ કિંમત રૂપિયા 5000
  • એક ગેસ ભરેલ આઇસર કિંમત રૂપિયા 41,50,800
  • એક બોલેરો કાર કિંમત રૂપિયા 5 લાખ

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા (Paddhari News Rajkot)માં જામનગર-રાજકોટ હાઇવે રોડ ઉપર રંગપર ગામના પાટિયાની સામેના ભાગે, જવાહર નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં દિનેશભાઇ સવાભાઇ ખાંભરા રહે.રાજકોટ શહેરનાઓ પોતાના મળતીયા માણસો સાથે રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા-જતા ગેસના ટેન્કરના ડ્રાઇવરોનો પોતાના માણસો મારફતે સંપર્ક કરી-કરાવી ડ્રાઇવરોને ઉપરોક્ત ખુલ્લી જગ્યામાં ટેન્કર સાથે લઈ જઈ ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે.

thieving gas from truck tanker near Rajkot paddhari state monitoring cell raid and arrest accused gujarat news 2022
પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેસ ચોરીનું કારસ્તાન ઝડપાયું

વધુ વાંચો- NOC માટે ભાજપના કોર્પોરેટરના પતિએ રૂપિયા માંગ્યાના આક્ષેપ સાથે ઓડિયો વાયરલ: રાજકોટ

બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે ઉપરોક્ત સ્થળ પર દરોડો કરી આરોપીઓને ગેસ ચોરી કરતા ઝજપી પાડ્યા હતા. આ મામલે ગેસ ચોરી કરનાર દિનેશભાઈ સવાભાઈ ખાંભરા અને ટેન્કરના ડ્રાયવર સહિતના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ગેસ ભેરલું ટેન્કર અને સીલીન્ડર સહિતનો કુલ રૂપિયા 49,46,170નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી 8 આરોપી વિરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી સોંપી છે.

Must Read