Homeગુજરાતરાજકોટનિ:શુલ્ક રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનું આયેાજન પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ

નિ:શુલ્ક રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનું આયેાજન પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ

-

રાજકોટ ખાતે ફાઉન્ડ્રી આસિસ્ટંટના નિ:શુલ્ક રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનું આયેાજન પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ ૧૫મી ડીસેમ્બર….

રાજકોટ તા.09- ડીસેમ્બર- ભારત સરકારનાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની સંસ્થા એમ. એસ. એમ. ઈ. ટી. ડી. સી. (પી.પી.ડી.સી.) આગ્રા દ્વારા રાજકોટ ખાતે ઓ.બી.સી. / ઇ.બી.સી. / ડી.એન.ટી વર્ગના રોજગાર ઇચ્છુક યુવાનો માટે ફાઉન્ડ્રી આસિસ્ટંટ વિષય આધારિત બે મહિનાના નિ:શુલ્ક રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન ચોથો માળે, જસાણી બિલ્ડીંગ (એનેક્ષી), ગીરનાર સિનેમાની બાજુમાં કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જોડાવા માટેની અંતિમ તિથિ 15-12-2021 છે.

વાંચો વધુ… –લાઇસન્સવાળા હથીયાર જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

જેમાં થીયરી તથા પ્રેક્ટિકલનું સંપૂર્ણ જ્ઞાનમાં આવશે તથા બે મહિનાનું સંપૂર્ણ પ્રશિક્ષણ પૂર્ણ થયે સરકારમાન્ય પ્રમાણપત્ર અને રૂા. 3000/- સ્ટાઇપેંડ આપવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધેલ યુવામિત્રોને રોજગારી મેળવવા માટે પુરતી સહાય કરવામા આવશે.

આ અંગેની વધુ વિગત માટે પ્રણવ પંડયા, એન્જીનીયર અને ટ્રેનીંગ કો-ઓર્ડીનેટર, વિસ્તરણ કેન્દ્ર, રાજકોટ (મોબાઈલ નંબર – ૯૯૦૯૭૯૩૧૮૬) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે..|||

Must Read