Homeજાણવા જેવુંજાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવીરીતે બને

જાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવીરીતે બને

-

Organic farming in Gujarat ઑર્ગેનિક ખેતી કેમ કરવી તેમજ ખાતર દવા બનાવવાની રીત વિશે જાણો, અને જીવામૃત Jivamrut gujarati કેવી રીતે બને અને ખર્ચ વગર Zero Budget ખેતી કેવીરીતે કરવી તેમજ સામાન્ય ખેતી અને ઑર્ગેનિક ખેતી વચ્ચે તફાવત વિશે વિગત વાર જાણો.

ઑર્ગેનિક કે પ્રાકૃતિક ખેતીના ફાયદા, તેમજ ઑર્ગેનિક ખેતી કેવી રીતે થાય અને પ્રાકૃતિક ખેતીથી પેદા થતા પાકની ગુણવત્તા જેવા અનેક પ્રશ્નો ખેડૂતોના મનમાં પેદા થતા હોય છે. આ સવાલોના જવાબ પહેલા એટલુ ચોક્કસ સમજી લેવું જોઈએ કે, પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણના જતન સાથે માનવ જીવન પર ઝેરી કેમિકલની થતી આડઅસર પણ અટકાવી શકાય છે.

Organic farming in Gujarat ખેડૂતોએ ઑર્ગેનિક ખેતી કેવીરીતે કરવી

હાઈબ્રિડ અને રાસાયણિક કૃષી દવાઓના પ્રવાહમાં તણાયેલો સમાજ પણ હવે આડઅસર બાબતે સજાગ થવા લાગ્યો છે. ત્યારે રાજ્યના પ્રધાનમંત્રીથી લઈ દેશમાં પ્રધાનમંત્રી મોદી સુધી તમામ ઑર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરતા જોવા મળે છે.

ORGANIC FARMING ઓર્ગેનિક ખેતી

પ્રાકૃતિક ખેતીએ કુદરતી ખેતી પધ્ધતી છે જેના કારણે પર્યાવરણને અનુકુળ ખેતી પધ્ધતી છે. સાથે જ પ્રાકૃતિક ખેતી પધ્ધતીના ફાયદાઓ ખેડૂતો અને ગ્રાહકો બંને માટે છે. જેના કારણે ખેડૂતોની આવક વધવા સાથે જમીનની ગુણવત્તા પણ વધે છે, અને ગ્રાહકોને પણ ગુણવત્તા યુક્ત પાક મળી રહે.

પરંતુ પ્રાકૃતિક ખેતી કરવી કેમ, પ્રાકૃતિક ખેતી કરવી કે ઑર્ગેનિક ખેતી, બંને વચ્ચે તફાવત શું એ સમજવું જરૂરી છે.

પ્રાકૃતિક ખેતી અને ઑર્ગેનિક ખેતી Organic farming વચ્ચે તફાવત

પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતી તરીકે ઓળખાય છે જેમાં દવા, જંતુનાશક કે રસાયણનો કોઈ ઉપયોગ કરવાનો રહેતો નથી. પરંતુ ઓર્ગેનિક ખેતીમાં રસાયણોના બદલે કાર્બનિક દ્વવ્યોનો ઉપયોગ કરી ખેતી કરાય છે. તે રાસાયણિક ખેતીની સાપેક્ષમાં તો ઘણી સારી પધ્ધતી છે પરંતુ પ્રાકૃતિક ખેતીના મુકાબલે ઓછી સારી પધ્ધતી કહી શકાય. કારણ કે ઓર્ગેનિક ખેતી કરવા માટે પણ ખેડૂતોને ઓર્ગેનિક જંતુનાશક અને ઓર્ગેનિક ખાતર ખરીદવા પડતા હોય છે, સાથે જ આ ખેતી કુદરતી રીતે થતી ખેતીની જેમ તો વર્તન કરી જ ન શકે.

Organic farming અને ફાયદાઓ

ઑર્ગેનિક એટલે કે જૈવિક ખેતી ખેતીની આ પધ્ધતીનું નામ ખુબ પ્રચલીત થયેલું છે. આ પધ્ધતીમાં ખેતી કરતા સમયે કોઈ રાસાયણિક દવાઓ કે ખાતરનો ઉપયોગ નથી થતો તે સૌથી મહત્વની વાત છે. આમ ઑર્ગેનિક ખેતીથી મળેલા ઉત્પાદનો કાર્બનિક ઉત્પાદનો પણ કહેવાય. ખેતીની આ પઘ્ઘતીથી જમીનની પોષણ ક્ષમતા અને સંરચના જળવાયેલી રહે છે અને સાથે જૈવવિવિધતામાં પણ વધારો થાય છે. પરિણામે પર્યાવરણને નુકસાનની ભીતી ઓછી થાય છે સાથે જ જમીનની ગુણવત્તા પણ વધે છે.

જુઓ સજીવ ખેતીનો વિડીયો ખેડૂતોએ ઑર્ગેનિક ખેતી કેવીરીતે કરી

Zero Budget Farming Technique ઝીરો બજેટ ખેતીની પધ્ધતી

ખર્ચ વગર (Zero Budget) ખેતી તરીકે પ્રાકૃતિક ખેતી પધ્ધતી હાલના સમયમાં ઉભરતી જણાય છે. પધ્ધતી સદંતર ખર્ચ વિના જ થ ચાલે છે તેવું પણ નથી. પરંતુ મોટાભાગે આસપાસની જ ચીજ વસ્તુઓ જેવું કે ગોબર, ગોળ, ઘાસ કે ગૌ મૂત્ર જેવી સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય અન્ય પધ્ધતીની સાપેક્ષમાં મફત નહીં પણ નહીંવત જેવા ખર્ચમાં થતી પધ્ધતી છે તેમ કહી શકાય. વળી આ ખેતી માટે જરૂરી સામગ્રીની બનાવટની પ્રક્રિયા ખેતરમાં જ પુરી થઈ જાય તેવી હોવાથી વધારાના ખર્ચ કરવા પડતા નથી.

વધુ વાંચો ખેડૂતો માટે સારા સમાચાર, આટલા સાધનોની સબસીડીમાં થશે મોટો વધારો

વધુ વાંચો ઓછા ભાવથી નુકસાન થયું તો નિરાશ ખેડૂતે આખા પાકમાં લગાવી દીધી આગ

How to start organic farming in Gujarat

પ્રાકૃતિક ખેતી પધ્ધતીમાં જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, અગ્નિઅસ્ત્ર અને વાફસા મહત્વનો ભાગ ભજવે છે. આ ભારેખર લાગતા શબ્દોથી ડરવાની જરૂર નથી ખેડૂતો તેને સરળતાથી કરી શકે તેવી પધ્ધતીઓ છે. આપણે દરેક શબ્દ તેના કાર્ય અને કેવી રીતે કાર્ય કરે છે તે પણ સમજવા પ્રયાસ કરીશુ.

How to make Jivamrut જીવામૃત કેવી રીતે બને ?

Organic farming in gujarat ખેડૂતોએ ઑર્ગેનિક ખેતી કેવીરીતે કરવી

જીવામૃત બનાવવા માટેની પધ્ધતી એકદમ સરળ છે.

જીવામૃત બનાવવા માટે નિચે મુજબની સામગ્રીની જરૂર પડશે.

 1. 10 કિલો દેશી ગાયનું છાણ.
 2. 8-10 લીટર દેશી ગાયનું ગૌ મૂત્ર.
 3. 1.5-2 કિલોગ્રામ ગોળ.
 4. 1.5-2 કિલો ચણાનો લોટ.
 5. 180 લીટર પાણી.
 6. વૃક્ષની નીચેની એક મુઠ્ઠી જેટલી માટી.
 7. મોટું ડ્રમ કે પીપીળું.

જીવામૃત બનાવવાની રીત

ઉપરોક્ત સામગ્રીને મોટા ડ્રમમાં મિશ્ર કરી તેને સારી રીતે પાણી સાથે ઘોળી નાખવી. પાણી સાથે સામગ્રી બરાબર રીતે મિશ્રણ કરવા માટે ડંડા વડે હલાવી લેવું. બાદમાં તૈયાર થયેલા મિશ્રણને છાયડામાં બરાબર છણિયા કોથળા વડે ઢાંકીને ત્રણ દિવસ માટે રાખી મુકવું. દરરોજ એક વખત 2-3 મીનીટ માટે પીપળામાં રહેલા મિશ્રણને ડંડા વડે હલાવતા રહેવું, બાદમાં ફરીથી બરાબર ઢાંકીને મુકી રાખવું.

જીવામૃતથી ખેતીમાં થયા ફાયદા

Organic farming in gujarat

જીવામૃત સંપુર્ણ રીતે કુદરતી ચીજ વસ્તુઓના મિશ્રણથી બનતો એક પ્રકારનો જમીન માટે ખોરાક છે તેમ કહી શકાય. જ્યારે જમીનમાં જીવામૃત સિંચાઈ વડે કે ખાતર સાથે આપવામાં આવે છે ત્યારે જમીનમાં જીવાણુઓની સંખ્યામાં મોટો વધારો થતો હોય છે. જેના કારણે જમીનની રાસાયણિક અને જૈવિક ગુણવત્તામાં સુધારો થવા લાગે છે. સાથે જ ખેતીમાં ઊંડા ખેડાણ કરવાની જરૂરીયાત રહેતી નથી અને ભૂગર્ભ જળમાં પણ વધારો થાય છે. વળી આ પધ્ધતિથી મુખ્ય પાક સાથે અન્ય સાથી પાકની પણ ખેતી થઈ જ શકે છે.

કેવી રીતે અને ક્યારે આપવું જોઈએ જીવામૃત

જીવામૃત ખેતીની જમીનમાં ઉપલબ્ધતા મુજબ આપી શકાય છે. મહિનામાં એક-બે વાર 200 લિટર પ્રતિ એકરના હિસાબથી સિંચાઈના પાણી સાથે આપવું જોઈએ. જેનાથી ખેડૂતોના મિત્ર કહેવાતા અળસિયાની સંખ્યામાં વધારો થવા લાગે છે. અળસિયાની સંખ્યામાં વધારો થવાના કારણે જમીનમાં જૈવવિવિધતા વધતાની સાથે જમીન પણ પોચી અન હવાની અવરજવર થઈ શકે તેવી છિદ્રોવાળી બની જાય છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ઘનજીવામૃત એટલે શું ?

ઘનજીવામૃત એ જીવામૃતનો જ પ્રકાર છે, જીવામૃત પ્રવાહી હોય છે જ્યારે નામ પ્રમાણે ઘનજીવામૃત ઘનસ્વરૂપે એટલે કે સૂકું હોય છે. જેમ પ્રવાહી જીવામૃતને સિંચાઈ સાથે આપવામાં આવે છે તેમ ઘનજીવામૃતને વાવણી પહેલા ખાતર સ્વરૂપે નાખવામાં આવે છે.

ઘનજીવામૃત કેવી રીતે બને ?

ગાયના ગોબર/છાણ ને તડકે સુકવવા રાખી દેવું. સારી રીતે તડકામાં સુકાયેલા 200 કિલો છાણામાં 20 લીટર તાજું બનેલું જીવામૃત નાખી તેનું મિશ્રણ કરી લેવું. બાદમાં છાયડામાં બે દિવસ માટે સૂકવવા મુકી દેવું. ફરી તેને ગરમીમાં સૂકવવા મુકી દેવા અને ડંડાથી પીસી તેને બારીક બનાવી દેવું. એક એકર માટે તૈયાર થયેલા આ ઘનજીવામૃતને ખેતીની જમીનમાં નાખી દેવું.

આચ્છાદન એટલે શું ?

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આચ્છાદન એક મહત્વની પ્રક્રિયા ગણવામાં આવે છે. જેમાં ખેતીવાળઈ સંપૂર્ણ જમીનને પાકના અવશેષ અથવા ટૂંકા સમયના આંતર પાક વડે પુર્ણ રીતે ઢાંકી દેવામાં આવે. આ પ્રક્રિયા કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને વાતાવરણમાંથી ભેજ શોષી ખેતીમાં પાણીની જરૂરીયાત પણ ઘટાડી દે છે. ઉપરાંત અળસીયા સહિત અન્ય જીવની પણ પ્રવૃત્તિઓને વેગ આપે છે. વળી જ્યારે તેનું વિઘટન થાય ત્યારે જમીનમાંથી કાર્બન ઉત્સર્જન રોકીને જમીનની જૈવિક કાર્બન ક્ષમતા વધારે છે.

અગ્નિઅસ્ત્ર એટલે શું ?

પ્રાકૃતિક ખેતી પધ્ધતિ જમીનની ગુણવત્તા સુધારવા સાથે જીવાતો અને પાકમાં આવતા રોગને પણ અટકાવવાના વિકલ્પ પૂરા પાડે છે. પાક પર આવતી જીવાત અને રોગને અટકાવવા માટે અગ્નિઅસ્ત્ર અસરકારક શસ્ત્ર માનવામાં આવે છે.

અગ્નિઅસ્ત્ર માટે કઈ સામગ્રીની જરૂર પડશે ?

પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી લગભગ ચીજવસ્તુઓ આપણી આસપાસ સરળતાથી ઉપલબ્ધ હોય તેવી હોય છે. તેમ અગ્નિઅસ્ત્રમાં એક એકર જમીન માટે નીચેની સામગ્રીની જરૂર પડશે.

ઉપયોગી સામગ્રી.

 1. પાંચ કિલોગ્રામ લિમડો અથવા એવા સ્થાનિક છોડના પાંદડા જે ગાય ન ખાતી હોય.
 2. 20 લિટર દેશી ગાયનું ગૌ મૂત્ર.
 3. 500 ગ્રામ તમાકુનો પાઉડર.
 4. 500 ગ્રામ લીલા મરચા.
 5. 50 ગ્રામ લસણની પેસ્ટ.
 6. 200 લીટર પાણી.

અગ્નિઅસ્ત્ર  બનાવવાની રીત ?

પાંચ કિલો લીમડો અથવા સ્થાનિક છોડના પાંદડા (જે પાંદડા ગાય ન ખાતી હોય તેવા છોડના હોવા જોઈએ.)ને 20 લિટર દેશી ગાયના મૂત્ર તેમજ 500 ગ્રામ તમાકુના પાઉડર, 500 ગ્રામ લીલા મરચા, 50 ગ્રામ લસણની પેસ્ટ નાખી ઘીમી આંચે ઉકાળવા રાખી દો. તૈયાર થયેલા ઉકાળાને બે દિવસ માટે રાખી મુકવો. તૈયાર મિશ્રણને 200 લિટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરી શકાય છે.

વાફ્સા પધ્ધતિ એટલે શું ?

vafsa વાફ્સા પધ્ધતિ થી ખેતી

પ્રાકૃતિક ખેતીની તાલીમ Organic farming in Gujarati language

ગુજરાત રાજ્ય સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન પ્રચાર પ્રસાર માટે કાર્ય કરતા જણાય છે. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતો પ્રાકૃતિક ખેત તરફ વળે તેમજ પાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોને તાલીમ મળી રહે માટે કાર્ય કરી રહી છે. જે માટે ખેડૂતો ગામના ફાર્મર ફ્રેન્ડ, ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ કે પ્રાકૃતિક ખેતીના ટ્રેનર સાથે સંપર્ક કરી શકે છે.

KHEDUT-TALIM-KENDRA-PROJECT-AATMA-LEARNING-FOR-FARMERS-GUJARAT

રાજ્ય સરકારની આત્મા પ્રોજેક્ટની વેબસાઈટ www.atma.gujarat.gov.in પરથી વધારે વિગતો મેળવવા સાથે ખેડૂતો ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરી શકે છે.   

Must Read