Homeગુજરાતરાજકોટમતદાન મથકો પર અડચણ થતી અટકાવવાના હુકમો

મતદાન મથકો પર અડચણ થતી અટકાવવાના હુકમો

-

રાજકોટ તા. ૧૦ ડીસેમ્બર – રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચુંટણી – Orders to prevent obstruction at polling stations rajkot

અન્‍વયે ગુજરાત રાજયમાં તા.૧૯ ડીસેમ્બર-૨૦૨૧ના રોજ મતદાન થનાર હોવાથી, મતદાન મથકો પર મોટી સંખ્‍યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થશે જેથી રાજકોટ જિલ્‍લાના ગ્રામ્ય વિસ્તારોમાં સમાવિષ્‍ટ તમામ મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્‍તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા તથા જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવા રાજકોટના નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કરે રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય જિલ્લાના વિસ્તારોમાં નીચે મુજબના હુકમો કર્યા છે.

Orders to prevent obstruction at polling stations rajkot
Orders to prevent obstruction at polling stations rajkot | image credit : zeenews.india.com

        ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોએ જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે, તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્‍થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવું, જયારે સ્‍ત્રીઓએ તેમની અલગ લાઇન હોય તો તેમાં ઉભા રહેવું અને મતદારે મતદાન મથકમાં લાઇન મુજબ ક્રમાનુસાર એક પછી એક દાખલ થવું. મતદારે મતદાન કર્યા બાદ મતદાન મથક તથા તેના વિસ્‍તારમાંથી બહાર ચાલ્‍યા જવાનું રહેશે.

        આ હુકમ તા.૧૯.૧૨.૨૦૨૧ના દિવસ માટે સમગ્ર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

વધુ વાંચો – લાઇસન્સવાળા હથીયાર જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

Must Read