Homeગુજરાતરાજકોટપ્રી-મોન્સૂન કામગીરીની ખુલી પોલ, રોજકોટમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી : રાજકોટ

પ્રી-મોન્સૂન કામગીરીની ખુલી પોલ, રોજકોટમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી : રાજકોટ

-

રાજકોટ (Rajkot): રાજકોટ શહેર અને આસપાસના ગામડામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત ગોંડલ, લોધિકા અને ખીરસરામાં સવારથી વાતાવરણ ખોરંભાતાં આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અને સવારથી જ રાજકોટમાં વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી હતી.

વરસાદના આગમનથી વાતાવરણાં ઠંડકની લહેર પ્રસરી ગઈ છે. સાથે જ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદના પગલે રાબેતા મુજબ પાણી ભરાયાના અહેવાલો સાંપડી રહ્યા છે. રાજકોટના પોપોટપરા પાસેના ગરનાળામાં પાણી ભરાઈ જતા ગરનાળું બનંધ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો – રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોના 100થી વધુ ગામોમાં યોજાશે ‘આત્મનિર્ભર ગ્રામરથ યાત્રા’

વધુ વાંચો – રાજકોટ જીલ્‍લામાં મકાન ભાડે આપતા પહેલા આટલું કરો – City News Rajkot

Rajkot RMC Open poll of pre monsoon operations

  • શહેરમાં ચોમાસાની સીઝન શરૂ થાય એ પહેલા જ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ આજે રાજકોટમાં શરૂ થયેલા વરસાદે રાજકોટ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શરૂઆતમાં આવેલા થોડા વરસાદમાં જ રાજકોટના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યાં હતા. પાણી ભરાવાના કારણે રાજકોટવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશનર કચેરી પાસે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ સુધીમાં 26 MM વરસાદ નોંધાયો છે. વરસાદી સીઝનની શરૂઆત થતા જ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જરૂર પડ્યે NDRF ની ટીમ પણ તૈનાત કરશે.

સાથે જ શહેરમાં કંટ્રોલરૂમ શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે અને રાજકોટ જિલ્લાના તમામ ડેમો પર જવાબદાર સિંચાઈ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે.

Must Read