Homeગુજરાતઅમદાવાદઓનલાઈન ક્રિકેટ સટ્ટો/ અમદાવાદના સરખેજ અને બોપલ પોલીસે 2 શખ્સોને ઝડપી કરી...

ઓનલાઈન ક્રિકેટ સટ્ટો/ અમદાવાદના સરખેજ અને બોપલ પોલીસે 2 શખ્સોને ઝડપી કરી કાર્યવાહી

-

Gujarat Crime News: ક્રિકેટ રસીકો માટે હાલ IPL ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટા Online Cricket Betting નો પણ કારોબાર પણ ફૂલબહારમાં છે. ઓનલાઈન સટ્ટાના કારોબારની વિશાળતાની બાજુમાં પોલીસની કાર્યવાહી નહીં જેવી છે તેમ કહી શકાય છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગઈકાલે સટ્ટો રમતા આરોપીઓને ઝડપી કાર્યવાહીક કરી હતી.

ગઈકાલે અમદાવાદ શહેરના સરખેજ પોલીસની કાર્યવાહીમાં આઈ.પી.એલ.નો સટ્ટો રમતો એક આરોપી ઝડપાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ સરખેજમાં આવેલી બેસ્ટ રેસીડેન્સીના પાર્કિંગમાં જાહેરમાં આરોપી સલીમ શેખ ઓનલાઈન આઈ.ડી. મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો. પોલીસે દરોડો કરી આરોપીને ઝડપી તેના VIVO કંપનીના મોબાઈલમાં જોતા RUNEXCH.RUN નામની એપ્લિકેશન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું ખુલ્યુ હતું. સરખેજ પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ 12 (અ) મુજબ કાર્યવાહી કરી હતી.

Online Cricket Betting/ અમદાવાદના સરખેજ અને બોપલ પોલીસે 2 શખ્સોને ઝડપ્યા

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બોપલ પોલીસ સ્ટેશન ખાતે પણ બે આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે શેલા તરફ જવાના રસ્તે સ્કાયસીટી આર્કેડ શોપીંગ પાસેથી આરોપી રાજેશભાઈ પંચાલને ઓનલાઈન આઈડી પર જુગાર રમતો ઝડપ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી 100BET નામની આઈ.ડી. પર ઓનલાઈન જુગાર રમતો ઝડપાયો હતો. આ આઈ.ડી. 50 હજારની ક્રેડિટ આપી ડિસાના દિક્ષિત ઠક્કર પાસેથી લીધી હોવાની કેફિયત આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં સ્થાનિક પોલીસ અને મોનિટરિંગ સેલ દ્વારા વિવિધ સ્થળો પર દરોડા કરી સટ્ટોડિયાને ઝડપવામાં આવી રહ્યાં છે. છતાં ઓનલાઈન સટ્ટાના કારોબારની વિશાળતાની બાજુમાં પોલીસની કાર્યવાહી નહીં જેવી છે તેમ કહી શકાય છે. ઉપરાંત ઓનલાઈન સટ્ટામાં મોટા માથા કે જેઓ આ વિશાળ કારોબારના આકા કહેવાય તે ક્યારેય ઝડપાતા કેમ નથી તે સવાલ છે.

Today’s Gujarat Politics News:

રાજકારણ/હાર્દિકના પક્ષ પલટાની ચર્ચા જોરમાં, ઈટાલીયાએ AAPમાં જોડાવા આપ્યુ નોતરું

હાર્દિક પટેલના આ ટ્વિટ બાદ રાજકીય અટકળો શરૂ, બગાવતની શરૂઆત કે શું ?

કૃષ્ણ પ્રેમી આહિર સંજય અને કરશન ભાદરકાનો વિરોધ, પાટીલ ધર્મ અજ્ઞાનતાના કારણે વિવાદમાં

Must Read