Homeરાષ્ટ્રીય'ઉરીમાં આતંકીઓની ઘૂસણખોરીમાં, સેનાનો મોટો ખુલાસો

‘ઉરીમાં આતંકીઓની ઘૂસણખોરીમાં, સેનાનો મોટો ખુલાસો

-

‘ઉરીમાં આતંકીઓની ઘૂસણખોરીમાં પાકિસ્તાની સેનાનો હાથ’, સેનાનો મોટો ખુલાસો

જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પર તેના ઓપરેશન અંગે મીડિયા બ્રીફિંગ દરમિયાન, 19 પાયદળ વિભાગના જીઓસી મેજર જનરલ વીરેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે જ્યારે ઉરી સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓની ઘૂસણખોરીની પ્રવૃત્તિ મળી હતી, ત્યારે અહીં 9 દિવસ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે એન્કાઉન્ટર શરૂ થયું ત્યારે 2 ઘૂસણખોરો સરહદ પાર આવ્યા. જ્યારે સામેની બાજુ 4 લોકો ઘેરાબંધી કરી રહ્યા હતા.

વિરેન્દ્ર વત્સે કહ્યું કે ઉરીમાં ઓપરેશન દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો છે. જ્યારે બીજો આતંકવાદી પકડાયો છે. તેમણે કહ્યું કે એવું પણ જાણવા મળ્યું છે કે આ ઘૂસણખોરોને પાકિસ્તાનથી અંકુશ રેખા પર આવેલા 3 કુલીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. વત્સે આ ષડયંત્રમાં પાકિસ્તાનનો હાથ દર્શાવતા કહ્યું કે, આતંકવાદીઓના આટલા મોટા સમૂહની હિલચાલ બીજી બાજુ તૈનાત પાકિસ્તાની સેનાની સક્રિય ભાગીદારી વિના થઈ શકતી નથી, નીશંકાપણે તેમાં (પાકિસ્તાન આર્મી) નો હાથ છે.

25 સપ્ટેમ્બરના રોજ ઉરીમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જ્યારે અન્ય એક આતંકવાદીને આત્મસમર્પણ કર્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પકડાયેલા આતંકીએ પોતાની ઓળખ પાકિસ્તાનના પંજાબના રહેવાસી તરીકે કરી છે. તેની ઓળખ અલી બાબર પત્ર તરીકે થઈ છે. તેણે કબૂલાત કરી છે કે તે લશ્કરનો સભ્ય છે અને લશ્કરે તેને મુઝફ્ફરાબાદમાં તાલીમ આપી હતી.

વીરેન્દ્ર વત્સે કહ્યું કે, ‘ગોળીબાર બાદ 4 આતંકવાદીઓએ જંગલોનો સહારો લીધો અને ફરી પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. જ્યારે 2 આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. ભારતમાં ઘૂસણખોરી કરનારા 2 આતંકવાદીઓને ઘેરી લેવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ઘૂસણખોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા બાદ સેનાએ છેલ્લા એક અઠવાડિયામાં ઉરી અને રામપુર સેક્ટરમાં અનેક ઓપરેશન હાથ ધર્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર હોવા છતાં, તાજેતરના સમયમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ઘુસણખોરીના અનેક પ્રયાસો થયા છે.

Must Read