Homeગુજરાતજામનગરજામનગરમાં તાજિયા જુલુસ દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત

જામનગરમાં તાજિયા જુલુસ દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત

-

જામનગર ન્યુઝ જામનગર (Jamnagar)ના ધરાનગરમાં ગતરોજ મુહર્રમ નિમિતે નિકળેલા તાજિયાના જુલુસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યાના અહેવાલ છે.

ગતરોજ જામનગર શહેરના ધરાનગર વિસ્તારમાંથી મુહર્રમના તાજિયા (Tajiya)નું જુલુસ નિકળ્યું હતું. જુલુસમાં હજારોની મેદની રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ વીજળીનો તાર કોઈ રીતે તૂટતા 10 લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ધટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

વધુ વાંચો- પ્રેમીકાને મોજશોખ કરાવવા કર્મચારીએ માલિકને જ 44 લાખમાં ધોઈ નાખ્યો

ઘટના સ્થળ પર હાજર લોકોએ વીજ કરંટથી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર માટે ખસેડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થતા માતમનું વાતાવરણ છવાયું હતું. દુઃખદ ધટનાને પગલે ઘટના સ્થળે પોલીસ સહિતના તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા અને સ્થિતીનો તાગ મેળવ્યો હતો.

વધુ વાંચો- મોરબીના ખોખરા હનુમાન સદગુરૂ આશ્રમમાં અભ્યાસ કરતો સગીર લાપતા

Must Read