Homeગુજરાતગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે ભારે હોબાળો

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે ભારે હોબાળો

-

Gujarat Vidhan Sabha – ગુજરાત વિધાનસભાના બે દિવસ ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભામાં આજે સવારે ઘણા પ્રશ્નો સાથે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. હંમેશની જેમ વિપક્ષે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યો હતો.

આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાથી મૃતકોનાં આંકડાને લઇને પણ સરકાર પર પ્રહાર કર્યો હતો. જો કે એ પછી વિધાનસભાની કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. જો કે થોડી વાર પછી કામગીરી ફરીથી શરૂ કરી દેવામાં પણ આવી છે. આ સાથે જ ગૃહમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. થોડી વાર પછી તેમનુ સસ્પેન્શન રદ્દ કરાયું હતુ.

શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી અને મહેસૂલ મંત્રી સાથે જ અઘ્યક્ષ નીમાબેન આચાર્યની ચેમ્બરમાં ગયા હતાં. જયારે ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ ફરી એકવાર હોબાળો મચાવ્યો હતો.
વિધાન સભાની કામગીરી શરુ થતા વિપક્ષે ગૃહમાં જોર જોરથી તાળી પાડીને ‘રઘુપતિ રાધવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાન’ની ધૂન ગાવાનું શરુ કર્યું હતું.

વિપક્ષે જે વાત પર હોબાળો મચાવ્યો હતો એ જ કોરોના મોત આંકડા પર ફરી એક વિવાદ સામે આવ્યો છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ 10 હજાર 82 લોકોના મોત થયા છે. સરકારી આંકડા મુજબ અને રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં આપેલી માહિતી મુજબ, માત્ર 3864ના મોત થયા છે. આ હોબાળો સરકારી પ્રેસમાં 10 હજાર મોત અને વિધાનસભામાં પૂછવામાં આવેલ માહિતીમાં 3864 મોતનો આંકડો બતાવવામાં આવતા હોબાળો શરુ થયો હતો.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...