Homeગુજરાતરાજકોટઓમિક્રોનની સંભવિત લહેર સામે તંત્ર સજ્જ, સિવિલમાં આઈ.સી.યુ. માં ૪૨ બેડની વ્યવસ્થા

ઓમિક્રોનની સંભવિત લહેર સામે તંત્ર સજ્જ, સિવિલમાં આઈ.સી.યુ. માં ૪૨ બેડની વ્યવસ્થા

-

ઓમિક્રોનની(omicron) સંભવિત લહેર સામે તંત્ર સુસજ્જ -રાજકોટ સિવિલમાં(Rajkot Civil) આઈ.સી.યુ.(I.C.U) માં ૪૨ બેડની(42 Bed) અલાયદી વ્યવસ્થા

રાજકોટ – કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ દ્વારા હાલ બે આઈ.સી.યુ વોર્ડ માં ૪૨ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.

Rajkot Civil omicron word
Rajkot Civil omicron word

વેન્ટીલેટર સહીત તમામ સુવિધાઓ સાથેના બન્ને વોર્ડને સૅનેટાઇઝ કરી ખાસ આઇસોલેટડ રાખવામાં આવ્યા છે. બંને વોર્ડમાં તમામ જરૂરી દવાઓ ઉપલબ્ધ રખાઈ છે.

દેશમાં કોરોનાના નવા પ્રકાર Omicron ની એન્ટ્રી જાણો ક્યાં આવ્યા કેશ

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી જાણો આ 5 મોટા કારણો.

પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓને આ વોર્ડમાં અલાયદા રાખવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.

Rajkot Civil omicron word image
Rajkot Civil omicron word

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ૬ ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના મુજબ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ હતી.

Must Read