Homeગુજરાતઈશુદાનને ભેટી રડી પડ્યા વૃધ્ધ ! આ ઘટના શું સાબિત કરે છે...

ઈશુદાનને ભેટી રડી પડ્યા વૃધ્ધ ! આ ઘટના શું સાબિત કરે છે ? સહાનુભૂતિનું રાજકારણ કરવામાં સફળતા !

-

Devbhumi Dwarka તા.04-07-2020 : ગુજરાતમાં ગત મહાનગરપાલિકાથી આમ આદમી પાર્ટી (AAP) ઘણી સક્રિય થઈ હતી. પરંતુ વી.ટી.વી.ના(VTV Gujarati news) આગવા પત્રકાર તરીકે ઓળખ પામેલા ઈશુદાન ગઢવી આપમાં જોડાયા ત્યારથી આપમાં જાણે બહાર આવી ગઈ છે. ટૂંકમાં ઈશુદાને આપ તરફ લગભગ ગુજરાતીઓનું ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી છે. પરંતુ હવે તેમના પર લોકોની અપેક્ષાની જવાબદારી વધી ગઈ હોય તેવું પણ જણાય રહ્યું છે. જેનું ઉદાહરણ આજે જ સૌ કોઈને જોવા મળ્યું છે. (ઘટનાનો વિડીયો લેખના અંતમાં રજૂ કરેલ છે.)


આપ (Aam aadmi party) દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં લોકોને જોડવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ માટે આમ આદમી પાર્ટી જન સંવેદના યાત્રા (Jan samvedna yatra aap) કરી રહી છે. આજે આ યાત્રા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભડાથર ગામમાં પહોંચી હતી. જેમાં ઈશુદાન ગઢવીને જોઈ એક વૃઘ્ઘ તેમના પાસે આવી પોક મૂકી રડવા લાગ્યા હતા. બાદમાં તેમને સાંત્વના આપતા ઈશુદાન ગઢવી પણ ભેટી પડ્યા હતા અને સાંત્વના આપી હતી.


આપ દ્વારા જનસંવેદના કાર્યક્રમ થકી એ લોકોને સંવેદના વ્યક્ત કરવાનો ઉદ્દેશ છે કે જેમને કોરોનામાં પરિવારના સદસ્યો ગુમાવ્યા છે. આ માટે ઈશુદાન રાત-દિવસ એક કરી ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યાં છે. આ જ રીતે તેમને પત્રકારત્વમાં પણ પ્રવાસ ખેડ્યાં છે. તેમની યાત્રામાં પહોંચતા લોકોની સંખ્યા જોતા પત્રકારત્વની જેમ રાજકારણમાં પણ તેમના ચાહકોનો તૂટો નથી તેવુ લાગી રહ્યું છે.

પરંતુ આજે રડતા વૃધ્ધના શબ્દો હતા કે ” હું વર્ષોથી તમારી રાહ જોઈ રહ્યો હતો, તમે જ હવે અમને આ પરિસ્થિતિમાંથી બચાવશો.” આ ઘટના પરથી જણાય છે કે ઈશુદાન પર લોકોને ખુબ અપેક્ષાઓ અને આશા છે. આજ આશા કદાચ તેમના પર પત્રકારત્વ ક્ષેત્રમાં પણ લોકોને હતી.
સાથે એવું પણ કહી શકાય કે આમ આદમી પાર્ટી ઈશુદાનની પસંદગી કરી દરેક વર્ગ સુધી પહોંચવામાં સફળ થઈ રહી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...