Homeરાષ્ટ્રીયશું રીવર્સ પણ ચાલશે Ola Scooter? જૂઓ ખાસ વીડિયો...

શું રીવર્સ પણ ચાલશે Ola Scooter? જૂઓ ખાસ વીડિયો…

-

Ola Electric scooter revers feature video viral. Gujarati news at satyamanthan.

ઓલા સ્કૂટરનું બુકિંગ (ola scooter booking) ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં જ એક વીડિયો (Video viral) સામે આવ્યો છે, જેના પછી પ્રશ્ન ઉભો થયો છે કે શું ઓલા સ્કૂટર રીવર્સ (Ola scooter revers technology) પણ ચાલશે? જાણો શું છે સમગ્ર મામલો …

ઓલા (Ola) સતત ઓલા સ્કૂટરની નવી સુવિધાઓ જાહેર કરી રહ્યું છે. કંપનીએ ટ્વિટર પર એક નવો વીડિયો બહાર પાડ્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ ગિયરનું (Revers gear) ફીચર પણ મળશે.
ઓલા ઇલેક્ટ્રિકે ટ્વિટ કર્યું. કે “તમે ઓલા સ્કૂટરને અવિશ્વસનીય ગતિથી ઉલટાવી શકો છો, તમે ઓલા સ્કૂટરને હવે 499 રૂપિયાની કિંમતે પણ રિઝર્વ કરાવી શકો છો!”

ઓલા સ્કૂટરએ ટુ-વ્હીલરમાં પાછળની સીટ સવારો માટે હેલ્મેટની સમસ્યા દૂર કરી છે. ઓલા સ્કુટરની ડીક્કીમાં બે હાફ હેલમેટ ખુબ સહેલાઇથી આવી જશે.

વાહનને સીધા તેના ગ્રાહકોને વેચવાની અને એલોન મસ્કના ટેસ્લાની જેમ પરંપરાગત ડીલરશીપનો માર્ગ અપનાવવાની યોજના બનાવી રહી છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે ગ્રાહકોને 100,000 થી વધુ સ્થાનો/ટચપોઈન્ટ સાથે 400 ભારતીય શહેરોમાં સ્થાપિત તેના ‘હાઈપરચાર્જર’ સેટઅપથી ચાર્જિંગ સપોર્ટ મળશે.ઓલા ઇલેક્ટ્રિક તેના સિરીઝ-એસ સ્કૂટર એટલે કે ઓલા સ્કૂટરની ડિલિવરી માટે ‘ડાયરેક્ટ-2-કન્ઝ્યુમર’ (D2C) મોડલ અપનાવશે અને સ્કૂટર સીધા ગ્રાહકના દરવાજે પહોંચાડશે. એટલું જ નહીં, લોકોને તેની સેવા ઘરે પણ મળશે.

ઓલા સ્કૂટરનું બુકિંગ (Booking) કંપનીની વેબસાઇટ olaelectric.com પર જઈને કરી શકાય છે. આ માટે તમારે માત્ર 499 રૂપિયા ચૂકવવા પડશે અને આ પૈસા સંપૂર્ણપણે રિફન્ડેબલ (Refundable) છે.

ઓલા સ્કૂટર 15 ઓગસ્ટે દેશમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. ઓલા સ્કૂટરને લોકોમાં લોકપ્રિય બનાવવા માટે કંપની સતત Join The Revolution અભિયાન ચલાવી રહી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...