HomeબિઝનેસOla Electric Scooter 15 ઓગસ્ટના રોજ થશે લોન્ચ, જાણો ફિચર્સ અને બુકિંગની...

Ola Electric Scooter 15 ઓગસ્ટના રોજ થશે લોન્ચ, જાણો ફિચર્સ અને બુકિંગની માહિતી

-

Ola Electric scooter bike launching date fix on 15th August in india. know features and price details in gujarati at Satyamanthan news.

લોકો Ola Electric Scooter ના લોન્ચિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ સ્કૂટરના લોન્ચિંગની રાહ જોઈ રહ્યા છો, તો તમારી આતુરતાનો અંત આવ્યો છે કારણ કે આ સ્કૂટરની લોન્ચિંગ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. ઓલા ઇલેક્ટ્રિકના સીઇઓ ભાવિશ અગ્રવાલે તેના લોન્ચિંગની જાહેરાત કરી છે. ભવિશે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને માહિતી આપી છે કે આ સ્કૂટર 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે.

ભાવિશ અગ્રવાલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “જે લોકોએ અમારા સ્કૂટર માટે બુકિંગ કરાવી છે એમનો ખૂબ આભાર. હું 15 ઓગસ્ટના રોજ ઓલા સ્કૂટરની લોન્ચિંગ ઇવેન્ટ (Launching Event) કરવાની યોજના બનાવી રહ્યો છું. ટૂંક સમયમાં આ પ્રોડક્ટની ડિટેલ્સ શેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) માટે બુકિંગ જુલાઈમાં શરૂ કર્યું હતું અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ સ્કૂટરનું ઓનલાઈન બુકિંગ માત્ર 499 રૂપિયામાં શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે, કંપનીને માત્ર 24 કલાકમાં 1 લાખથી વધુ ઓર્ડર મળ્યા હતા.

કંપનીએ પહેલેથી જ પુષ્ટિ કરી દીધી છે કે આ સ્કૂટર 10 રંગ વિકલ્પોમાં આપવામાં આવશે અને ડાયરેક્ટ-ટુ-હોમ સેલ મોડેલ હેઠળ વેચવામાં આવશે. મતલબ કે આ સ્કૂટરનું સેલ ઓનલાઈન થશે. આ સિવાય, આ સ્કૂટરને તેની ક્લાસ-લીડિંગ સુવિધાઓ આપવામાં આવશે, જેમાં તેની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકથી વધુ હોઈ શકે છે. આ સિવાય તેને એક જ ચાર્જમાં 150 કિમીની રેન્જ મળશે.

ઓલાનું (Ola) આ ઇલેક્ટ્રિક સ્કૂટર તમિલનાડુના પ્લાન્ટમાં બનાવવામાં આવશે. જે ઇલેક્ટ્રિક સ્કૂટર માટે વિશ્વની સૌથી મોટી ફેક્ટરી હોવાનું કહેવાય છે જે એક વર્ષમાં 10 મિલિયન પ્રોડક્ટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચ સાથે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધુ વધશે. આ સાથે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પર વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતી સબસિડી પણ તેની માંગ વધારવામાં મદદ કરશે.

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયા પછી તેની ટક્કર TVS iQube, Bajaj Chetak Electric, Ather 450X, Okinawa scooters અને Hero electric સાથે થશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...