Homeજાણવા જેવુંભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન કંપનીનું નેતૃત્વ કરનાર આ પ્રથમ મહિલા છે -...

ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન કંપનીનું નેતૃત્વ કરનાર આ પ્રથમ મહિલા છે – જાણો

-

ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન કંપનીનું નેતૃત્વ કરનાર મધુમિતા અગ્રવાલ છે પ્રથમ મહિલા

OBEN ઈલેક્ટ્રીક વ્હીકલ્સ પ્રાઈવેટ લિમિટેડના સહ-સ્થાપક અને ભારતમાં ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદન કંપનીનું નેતૃત્વ કરનારી મધુમિતા અગ્રવાલ તે લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ છે  જેઓ ઉદ્યોગસાહસિક બનવાનું સપનું જુએ છે. ઓડિશાના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી આ છોકરી પોતાની કંપનીનું પહેલું સ્કૂટર બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. મધુમિતાએ પહેલા બાયોટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, પછી IIT ખડગપુરમાંથી કાયદાની ડિગ્રી લીધી. લગ્ન પછી તેણે પતિ દિનકર અગ્રવાલ સાથે મળીને OBEN નો પાયો નાખ્યો.

ઈન્ડિયા ટાઈમ્સ સાથે વાત કરતા મધુમતી એ કહ્યું

મધુમિતા તેના જૂના દિવસોને યાદ કરતા કહે છે , “મેં બાયોટેક્નોલોજીમાં એન્જિનિયરિંગ કર્યું અને પછી IIT ખડગપુરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. મારી ઈન્ટર્નશિપ દરમિયાન, મેં મારી ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને 2016માં IPexcelની સહ-સ્થાપક બની.” મધુમિતા જણાવ્યા મુજબ, OBEN, EVs ક્ષેત્રમાં તેનો સંપર્ક અને કામનું જ પરિણામ છે.

Odishas Madhumita Agrawal first Indian woman to own electric vehicle manufacturing company
Odishas Madhumita Agrawal first Indian woman to own electric vehicle manufacturing company | image credit : indiatimes.com

તેઓ નુ કેહવું છે

“મને લાગે છે કે મારા માટે એક મોટી તક છે, તેથી મેં નક્કી કર્યું કે આ મારી મુસાફરીનું આગલું પગલું છે. ખૂબ સંશોધન પછી મને સમજાયું કે હાલના ઉત્પાદનોની ગુણવત્તામાં ઘણી ખામીઓ છે. આ જ કારણ છે કે અમે પ્રીમિયમ સ્કૂટર બનાવવાનું નક્કી કર્યું, જે ભારતમાં જ બને છે.

Odishas Madhumita Agrawal first Indian woman to own electric vehicle manufacturing company
Odishas Madhumita Agrawal first Indian woman to own electric vehicle manufacturing company | image credit : facebook.com

મધુમિતાના જણાવ્યા અનુસાર, EV સેક્ટરમાં કેટલાક મોટા નામોની હાજરી હોવા છતાં પ્રીમિયમ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરનારા સ્ટાર્ટઅપ્સ માટે એક બજાર છે. તેની અત્યાર સુધીની સફર વિશે વાત કરતાં મધુમિતા કહે છે, “અન્ય મહિલા સાહસિકોની જેમ આ સફર તેના માટે આસાન રહી નથી. એક મહિલા ઉદ્યોગસાહસિક તરીકે અમુક સમસ્યાઓ છે જેનો હું પણ સામનો કરું છું.

“સૌ પ્રથમ, જ્યાં સુધી તમે તેમને ન કહો કે તમે શું છો ત્યાં સુધી લોકો તમારા પર વિશ્વાસ કરતા નથી. આ દરેક મહિલા માટે છે જે ટેક ડોમેનમાં છે. મને લાગે છે કે આપણે પોતાને સાબિત કરવા માટે વધુ મહેનત કરવી પડશે. આ એવો સમય છે જ્યારે મહિલા સાહસિકોને હળવાશથી ન લેવા જોઈએ. લિંગ પર ધ્યાન આપ્યા વિના તેનું કામ જોવું જોઈએ. અંતે પોતાના અનુભવ વિશે વાત કરતાં મધુમિતા કહે છે કે કોઈપણ મહિલા ઉદ્યોગસાહસિક માટે સૌથી મોટો આધાર પરિવાર છે. તેમને તેમના જીવનસાથી અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળ્યો, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....