Homeજાણવા જેવુંઆ બિઝનેસ વુમન દેશના સૌથી અમીર મહિલાઓની યાદીમાં સામેલ છે પોતાની જાતે...

આ બિઝનેસ વુમન દેશના સૌથી અમીર મહિલાઓની યાદીમાં સામેલ છે પોતાની જાતે આટલી મોટી કંપની ઉભી કરી

-

જાણો કોણ છે નાયિકા કંપનીના સ્થાપક, દેશના સૌથી અમીર મહિલાઓની યાદીમાં સામેલ આ બિઝનેસ વુમને પોતાની જાતે આટલી મોટી કંપની ઉભી કરી – Falguni nayars wealth tops 6 5 bln after firms listing

ભારતની મહિલાઓ દેશના દરેક ક્ષેત્રમાં ઝંડો લહેરાવી રહી છે. હવે ભારતીય મહિલાઓનું નામ દેશ-વિદેશમાં પણ ગૂંજી રહ્યું છે. પછી તે ભારતનો ખેલાડી હોય કે અભિનેત્રી. મહિલા ડોકટરો, એન્જીનીયર અને બિઝનેસ વુમન પોતપોતાના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહી છે.

Falguni nayars wealth tops 6 5 bln after firms listing
Falguni nayars wealth janva jevu tops 6 5 bln after firms listingFalguni nayars wealth tops 6 5 bln after firms listing | image credit : livemint.com

તેમાંથી એક મહિલાનું નામ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, તે છે ફાલ્ગુની નાયર. ફાલ્ગુની નાયર એક બિઝનેસ વુમન છે જેમની કંપની આ દિવસોમાં દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક બની ગઈ છે. ફાલ્ગુની નાયર દેશની સૌથી અમીર મહિલાઓમાં સામેલ થઈ ચૂક્યા છે. તેમની સફળતા પણ ખાસ છે કારણ કે ફાલ્ગુની શેલ્ફ મેડ મહિલા અબજોપતિ છે. ફાલ્ગુનીએ આ પદ કોઈ વારસામાં મળેલી કંપની કે માતા-પિતાના પૈસાના આધારે નથી બનાવ્યું, પરંતુ તેણે પોતાની સફળતાની ગાથા જાતે જ લખી છે.

ફાલ્ગુની નાયરનું નામ આજે બધા જાણે છે. સામાન્ય મહિલાઓ ભલે તેમને ઘરે-ઘરે નહીં ઓળખતી હોય, પરંતુ તેઓ તેમની કંપની અને ઉત્પાદનોને જાણતી અને ઉપયોગમાં લેતી હશે. આવો જાણીએ કોણ છે ફાલ્ગુની નાયર? કેવી છે ફાલ્ગુનીના સંઘર્ષની કહાની?

કોણ છે ફાલ્ગુની નાયર – Falguni nayars wealth tops 6 5 bln after firms listing

ફાલ્ગુની નાયર એક ભારતીય ઉદ્યોગપતિ છે અને બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાના સ્થાપક છે. ફાલ્ગુની નાયરનો જન્મ 19 ફેબ્રુઆરી 1963ના રોજ  મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. ફાલ્ગુની નાયરના પતિનું નામ સંજય નાયર છે. સંજય જીવનશૈલી રિટેલ કંપની Nykaa ના સ્થાપક અને CEO છે. ફાલ્ગુનીની ઉંમર 58 વર્ષ છે.

Falguni nayars wealth tops 6 5 bln after firms listing
FalgunFalguni nayars wealth tops 6 5 bln after firms listing | image credit : newindianexpress.com

ફાલ્ગુની નાયરનું શિક્ષણ અને પરિવાર

Nykaa ના સ્થાપક ફાલ્ગુની નાયરે ધ ન્યૂ એરા સ્કૂલમાંથી તેમનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ મુંબઈ યુનિવર્સિટી અને પછી IIM અમદાવાદમાંથી પૂર્ણ કર્યું. ફાલ્ગુનીએ B.Com અને  મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું છે. તેમને બે બાળકો છે.

ગુજરાતીમાં જાણવા જેવું – શું તમે જાણો છો કે બુર્જ ખલીફા પર એક જાહેરાત કરવા માટે કેટલો ખર્ચ થાય છે ?

ફાલ્ગુનીની કારકિર્દી અને નોકરી

ફાલ્ગુની નાયરે એએફ ફર્ગ્યૂસન એન્ડ કંપનીથી તેની કારકિર્દી  શરૂ કરી. ત્યારબાદ તે લગભગ 18 વર્ષ સુધી કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલી હતી. તે સમયે ફાલ્ગુની કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર હતા. આ સિવાય તે કોટક સિક્યોરિટીઝમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. જોકે, બાદમાં તેણે કોટક મહિન્દ્રા છોડવાનો નિર્ણય કર્યો હતો.

Falguni nayars wealth tops 6 5 bln after firms listing
Falguni nayars wealth tops 6 5 bln after firms listing | image credit : mithilanchalgroup.com

નાયકાની શરૂઆત

અહીંથી ફાલ્ગુની નાયરના જીવનનો બીજો અધ્યાય શરૂ થયો. ફાલ્ગુનીએ વર્ષ 2012માં નાયકાની શરૂઆત કરી હતી. Nykaa બ્યૂટી અને પર્સનલ કેરથી સંકળાયેલ કંપની છે. જ્યારે તેમણે નાયકા લોન્ચ કરી, જે તે સમયે મહિલાઓ માટે બ્યૂટી કેરને લગતી પ્રોડક્ટની ખરીદી કરવા માટે કોઈ વિકલ્પ નહોતો.

Falguni nayars wealth tops 6 5 bln after firms listing
Falguni nayars wealth janva jevu tops 6 5 bln after firms listing | image credit : bloombergquint.com

ફાલ્ગુનીએ મહિલાઓની આ જરૂરિયાતને સમજી અને તેને ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે  શરૂ કરી. તે પછી તેણે પોતાની બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ ઉભી કરી. તેમની પાસે 35 સ્ટોર છે. આટલું જ નહીં, તેમની નાયકા ફેશન્સમાં એપેરલ્સ, એસેસરીઝ, ફેશનને લગતી પ્રોડક્ટ્સ અને 4,000 થી વધુ બ્યુટી, પર્સનલ કેર અને ફેશન બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

ફાલ્ગુની નાયરની સફળતા અને સિદ્ધિ – Falguni nayars wealth tops 6 5 bln after firms listing

ફાલ્ગુની નાયકા ખાતે 1600 થી વધુ લોકોની ટીમનું નેતૃત્વ કરે છે. તાજેતરમાં, ફર્મના શેરમાં અદભૂત ઝડપ જોવા મળી હતી, જે પછી ફાલ્ગુની નાયરની નેટવર્થ 6.5 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી. ફાલ્ગુની નાયર દેશની સૌથી ધનવાન સ્વ-નિર્મિત મહિલા બની છે અને તેમની કંપની Nykaa સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ મહિલા સંચાલિત કંપની બની ચૂકી છે.

Falguni nayars wealth tops 6 5 bln after firms listing
FFalguni nayars wealth tops 6 5 bln after firms listing| image credit : 24htech.asia

વધુ વાંચો – શું તમે પણ ટોયલેટ સીટ પર 10 મિનિટથી વધુ સમય સુધી બેસો છો? ડોક્ટરે જણાવ્યું ભયંકર પરિણામ !

Must Read