North East Flood News ગુવાહાટી : દેશના પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદના પગલે આસામ અને મેઘાલય (Meghalaya) રાજ્યોમાં પૂરની સ્થિતી નિર્માણ થઈ છે. ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે લોકોની હાલત કફોળી બની ગઈ છે.પૂરના કારણે હાલ સુધીમાં 31 લોકોના મૃત્યુ અને 3.000થી વધારે ગામ પાણીમાં ગરકાવ થયા છે. બંને રાજ્યોમાં હાલ સ્થિતી કફોળી છે જેમાં ઓછામાં ઓછા 28 જિલ્લાના 19 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
રાજ્ય સરકારના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે, બ્રહ્મપુત્રા નદી (Brahmpurta River) અને ગૌરાંગ નદી (Gaurang River)નું જળસ્તર કેટલાક વિસ્તારોમાં ખતરાના નિશાન સુધી પહોંચી ગયું છે તો કેટલાક વિસ્તારોમાં ખતરાના નિશાનને પાર કરી ગયું છે.

ખેતીની વાત કરીએ તો ખેતીનું મોટાપાયે ધોવાણ થઈ ગયું છે, અંદાજે 43 હજાર હેક્ટર કરતા વધારે જમીન પાણીમાં ડુબી ગઈ છે. રાજ્ય સરકારના આંકડા મુજબ 1510 ગામ સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ છે જેમાં સૌથી વધારે ખરાબ હાલત આસામ (Assam)ના બજલી જિલ્લાની છે.

હાલ પૂરના જોખમને કારણે સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને તાત્કાલીક જરૂરિયાત અથવા તબીબી કટોકટી સિવાય બહાર ન જવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આસામની રાજધાની ગુવાહાટીની હાલત પણ ખુબ જ ખરાબ છે. ગુવાહાટીમાં કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગુવાહાટી શહેરમાં કેટલીક જગ્યાઓએ ભૂસ્ખલનના પણ અહેવાલો મળી રહ્યાં છે, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

આસામના રંગિયા વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે છ ટ્રેનો રદ કરવી પડી છે. ઉપરાંત ચાર ટ્રેનો આંશિક રીતે પ્રભાવિત હોય તેને પણ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવી છે. સાથે જ મેઘાલયની પણ હાલત કંઈ આવી જ છે. મેઘાલયમાં પૂરની સ્થિતીના અભ્યાસ માટે ચાર કમિટિ બનાવી છે જે કેબિનેટ મંત્રીની દેખરેખમાં કાર્ય કરશ અને રિપોર્ટ આપશે.
હાઈવે નંબર 6 બંધ કરવાના કારણે વાહનોની પણ આવક-જાવક પ્રભાવિત છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરતા લોકોના જીવ તાળેવ ચોંટી ગયા છે.