રાજકોટ,:- આવતીકાલ તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રીશ્રી રાજકોટ શહેરના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે અને તેઓશ્રી એરપોર્ટથી એરપોર્ટ ફાટક થી જુની.એન.સી.સી ચોક થી મેયર બંગલા, કિશાનપરા, જિલ્લા પંચાયત ચોક સુધી રેસકોર્ષ રીંગ રોડ ની અંદરની સાઇડનો રોડ તથા જીલ્લાપંચાયત થી યાજ્ઞીક રોડ, હરિભાઈ હોલ સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો તથા રોડ શોમાં જોડાયેલ અને સરકારી વાહનો સિવાય અન્ય વાહનો માટે ‘‘પ્રવેશ બંધ’’ અને ‘‘નો પાર્કિંગ રોડ’’ જાહેર કરવામાં આવે છે.

એરપોર્ટથી હરિભાઈ હોલ સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે ‘‘પ્રવેશ બંધ’’ અને ‘‘નો પાર્કિંગ રોડ’’ જાહેર કરાયો
એરપોર્ટ સર્કલથી રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ ગીત ગુજરી શેરી નં ૩ થી રૈયારોડથી હનુમાનમઢી ચોક નીર્મળા રોડ થી કોટેચા ચોક, કાલાવડ રોડ ટાગોર રોડ થી જઈ શકશે. પોલીસ હેડ કવાર્ટર થી જુની એન.સી.સી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ પોલીસ હેડ કવાર્ટર થી જામનગર રોડ એરપોર્ટ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો જામનગર રોડ ભોમેશ્વર થી અથવા સાંઢિયા પુલ થી શીતલ પાર્ક વાળા રોડ થી જઈ શકાશે (ફક્ત એરપોર્ટ જવા માટે જામનગર રોડ ભોમેશ્વર થી એરપોર્ટ ફાટક થી એરપોર્ટ સુધી જઈ શકશે.)

રૈયારોડ આમ્રપાલી અંડર બ્રીજથી કિશાનપરા ચોક એક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ આઝાદ ચોક થી સ્વામીનારાયણ મંદિર પાછળના ભાગેથી કાલાવડ રોડ મહિલા અંડર બ્રીજ ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક, ભારત ફાસ્ટફુડ થી યાજ્ઞીક રોડ તરફ જઈ શકશે. મહિલા અંડર બ્રિજથી કિશાનપરા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ મહિલા અંડર બ્રિજ ટાગોર રોડ થી એસ્ટ્રોન ચોક, ભારત ફાસ્ટફુડ થી યાજ્ઞિક રોડ તરફ જઈ શકશે.

ફુલછાબ ચોક થી જીલ્લા પંચાયત ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો મોટી ટાંકી ચોક થી જીમખાના રોડ થી યાજ્ઞિક રોડ હરિભાઈ હોલ થી ટાગોર રોડ મહિલા અંડર બ્રિજ તરફ જઈ શકશે. ગેલેક્સી ૧૨-માળની બિલ્ડીંગથી જીલ્લાપંચાયત ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો સર્કિટ હાઉસથી ફૂલછાબ ચોક, મોટીટાંકી ચોક, જીમખાના રોડથી યાજ્ઞિક રોડ હરિભાઈ હોલથી ટાગોર રોડ મહિલા અંડરબ્રિજ તરફ જઈ શકશે.
ભીલવાસ ચોક યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો મોટીટાંકી ચોક, જીમખાના રોડ થી યાજ્ઞિક રોડ હરિભાઈ હોલથી ટાગોર રોડ મહિલા અંડરબ્રિજ તરફ જઈ શકશે. હરિભાઈ હોલ થી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો હરિભાઈ હોલ થી ટાગોર રોડ મહિલા અંડરબ્રિજ તરફ જઈ શકશે.
યાજ્ઞિક રોડ ઉપર આવેલ પશ્ચિમ તરફ ની તમામ શેરીઓમાંથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો ટાગોર રોડ ઉપરથી જઈ શકશે
યાજ્ઞિક રોડ ઉપર આવેલ પૂર્વ તરફથી તમામ શેરીઓમાંથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો જીમખાના રોડ ઉપરથી જઈ શકશે.
મુખ્યમંત્રી ઉપરોક્ત રૂટ પરથી પસાર થનાર હોય તેમજ રોડ શો કરનાર હોય તેથી આ રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમ્સયા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે નહી અને મહાનુભાવની કોન્વે. સરળતાથી પસાર થઇ શકે તેથી આમ જનતાને કોઇ ટ્રાફિકનો અવરોધ ન થાય તે હેતુસર નીચે મુજબ રસ્તાઓ તા.૩૧/૧૨/૨૦૨૧ના કલાક ૦૯/૦૦ થી ૧૩/૦૦ સુધી તમામ પ્રકારના વાહાનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે અને ‘‘નો-પાકિંગ’’ જાહેર કરવામાં આવે છે. તેમજ ઉપરોકત તારીખ અને સમય સુધી નીચે જણાવેલ તમામ રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે અને‘‘નો-પાકિંગ ઝોન’’ જાહેર કરવામાં આવ્યો છે,તેમ મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર રાજકોટ, શહેરની યાદીમાં જણાવાયું છે.