Homeરાષ્ટ્રીય700 થી વધુ ખેડૂતોના મોત થયા પણ સરકાર પાસે ડેટા નથી !

700 થી વધુ ખેડૂતોના મોત થયા પણ સરકાર પાસે ડેટા નથી !

-

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર : ‘આંદોલનમાં ખેડૂતોના મોતનો કોઈ ડેટા નથી(No data of death of farmers), તો વળતરનો પ્રશ્ન કેવી રીતે?’ શિયાળુ સત્ર સંસદમાં સરકાર

કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેની પાસે ખેડૂતોના આંદોલન(Farmers Protest) દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો અને તેમની સામે નોંધાયેલા કેસોની માહિતી નથી. આવી સ્થિતિમાં કોઈને આર્થિક મદદ એટલે કે વળતર આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સંસદના ચાલુ શિયાળુ સત્રમાં એક પ્રશ્નના જવાબમાં લોકસભામાં આ લેખિત જવાબ આપ્યો છે.

સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર પાસે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનો કોઈ ડેટા છે અને શું સરકાર તેમના પરિવારોને આર્થિક સહાય આપવાનું વિચારી રહી છે? જેના જવાબમાં કૃષિ મંત્રીનો આ જવાબ આવ્યો છે. મંત્રીએ આ ગૃહને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓ સાથે 11 રાઉન્ડની વાટાઘાટો કરી હતી પરંતુ મામલો સાકાર થયો ન હતો.

બીજી તરફ, ખેડૂત સંગઠનોનો દાવો છે કે આંદોલન દરમિયાન 700થી વધુ ખેડૂતોના મોત થયા છે. જણાવી દઈએ કે, 11 દિવસ પહેલા રાષ્ટ્રને સંબોધનમાં વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી અને આ માટે ખેડૂતોની માફી માંગી હતી.

આ પણ વાંચો… ખેડૂત આંદોલનમાં નવો વળાંક ? ટિકૈતનું મોટુ એલાન

19 નવેમ્બરના રોજ વડા પ્રધાને કહ્યું હતું કે, “દેશની માફી માંગતી વખતે, હું સાચા અને શુદ્ધ હૃદયથી કહેવા માંગુ છું કે કદાચ અમારી તપસ્યા માં એવી કોઈ ખામી હતી કે અમે અમારા કેટલાક ખેડૂત ભાઈઓને સત્ય સમજાવી શક્યા નહીં.” ત્યારબાદ તેમણે વિરોધ કરી રહેલા ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી.

Must Read