Homeરાજકારણમારા સિવાય કોઈ ઉમેદવાર ન જીતી શકે: મધુ શ્રીવાસ્તવ

મારા સિવાય કોઈ ઉમેદવાર ન જીતી શકે: મધુ શ્રીવાસ્તવ

-

વડોદરા ન્યુઝ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે. ફરી એકવાર ભાજપમાં ‘નો-રિપીટ ‘ થિયરીની વાતો વહેતી થઇ છે. આ કારણે ભાજપના લગભગ બધા વર્તમાન ધારાસભ્યો અને ટિકિટ વાંછુકો ચુપ છે. કારણ કે, કોને ટિકિટ મળશે અને કોની કપાશે તેની ચિંતા સૌને છે. પરંતુ પોતાના બિન્દાસ્ત અંદાજના કારણે જાણીતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Vaghodiya MLA Madhu Shrivastav) બધાથી અલગ છે.

ગુજરાતના એક મીડિયાને તેમણે એક મુલાકાત દરમિયાન કહ્યું કે ‘વાઘોડિયામાં મારાથી સક્ષમ બીજો ઉમેદવાર જ નથી’. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, છેલ્લી 6 ટર્મથી તેઓ જ વાઘોડિયામાં ધારાસભ્ય બન્યા છે. આ શહેર નથી, શહેરમાં તો ભાજપનો કોઇપણ જીતી જાય. ગ્રામ્ય વિસ્તારમાં ગમે તે ઉમેદવાર ન જીતી શકે, પછી ભલે તે ભાજપનો હોય. ભાજપ મને જ ટિકિટ આપશે એ નક્કી જ છે અને બજરંગબલીના આશીર્વાદથી હું જ જીતીશ.

વધુ વાંચો- આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદીની આગાહી

મધુ શ્રીવાસ્તવે પોતાની સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને દાહોદના જેઠા ભરવાડને પણ ટિકિટ મળશે જ તેમ જણાવ્યું હતું. ત્રણેય અપક્ષ MLA હતા. વધુમાં તેમણે કહ્યું કે અપક્ષ તરીકે ચુંટાઇ આવ્યા બાદ અમને ત્રણેને ભાજપે બોલાવ્યા અને અમે ભાજપમાં આવ્યા હતા. આ કારણે ભાજપ અમને ત્રણેને તો ટિકિટ આપશે જ એ નકકી છે. અમે ત્રણેય જણા ભાજપના જ છીએ અને ભાજપમાં જ રહીને ભાજપનો વ્યાપ વધારવા માટે સતત કામ કરતા રહીશું.

વધુ વાંચો- લોધીકામાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રાજકોટ

પાર્ટીએ નકકી કરવાનું છે કે તેને કેવા વફાદાર માણસો જોઇએ છે. મેં ભાજપમાં રહીને કોઇ કરપ્શન કર્યું નથી, કદી મા-બહેનની છેડતી કરી નથી કે ભાજપનું નામ ખરાબ થાય તેવું કોઇ જ કામ નથી કર્યું. હંમેશા ભાજપને આગળ લાવ્યો છું. છએ છ વખત નિ:સ્વાર્થ ભાવે દિવસ-રાત સૌની સાથે રહીને નાત-જાતના ભેદભાવ વિના બધાના કામ કર્યા છે. એ કામના આધારે જ ચૂંટણી લડીશ અને જીતીશએ વાત નકકી છે.

Must Read