આજના તાજા સમાચાર ગુજરાત, Good News For medical students who cam From Ukraine : રશિયા યુક્રેન યુધ્ધના Russia Ukraine Conflict કારણે ભારતીય વિદ્યાર્થીઓનું ભાવી પણ સંકટમાં મુકાયુ છે. ત્યારે આ સંકટનો સામનો કરી રહેલા તબીબી અભ્યાસના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) એ એક સર્ક્યુલર જાહેર કર્યું છે. જેમા માહિતી આપી છે કે, યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ હવે દેશમાં જ પોતાની એક વર્ષની ઈન્ટર્નશીપ Internship પૂરી કરી શકશે.
નેશનલ મેડિકલ કમિશન એ NMC એ આ સર્ક્યુલર પોતાની સત્તાવાર વેબસાઇટ પરથી બહાર પાડ્યો છે. આ બાબતે સર્ક્યુલર વાંચવા કે વધારે માહિતી માટે વિદ્યાર્થીઓ https://www.nmc.org.in/ ની મુલાકાત શકે છે.
યુક્રેનથી પરત ફરેલા તબીબી વિદ્યાર્થીઓ માટે NMC નો મોટો નિર્ણય – News For medical students
NMC એ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘણા મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તેમની ઇન્ટર્નશિપ પૂર્ણ નથી કરી શક્યા તે વાતનો હવાલો આપી આ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. જેથી આવા વિદ્યાર્થીઓને મુશ્કેલી નિવારણ થઈ શકે તેમજ ભારતમાં ઈન્ટર્નશીપ માટે તેમની અરજી માન્ય રહેશે. આ નિર્ણથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય ખરાબ થતા અટકી જશે જેઓ પોતાનો અભ્યાસક્રમ અધૂરો છોડીને ભારત પરત ફર્યા છે.
વધુ વાંચો – આ બે શહેરોમાં અસ્થાયી યુધ્ધ વિરામની જાહેરાત કરતુ રશિયા, નાગરિકોને શહેર છોડવા અપીલ
મહત્વની વાત છે કે, NMC ના જણાવ્યા મુજબ, સ્ટેટ કાઉન્સિલ એ વાતનો ખ્યાલ રાખશે કે, યુક્રેનથી ભારત આવલ વિદ્યાર્થીઓ એ NBE દ્વારા લેવાયેલી FMGE ની પરીક્ષા પાસ કરેલી હોય. જો વિદ્યાર્થીની તમામ લાયકાત પૂર્ણ થશે તો તેમને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ તરફથી 12 મહિનાની ઈન્ટર્નશીપ માટે વચગાળાનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે, સાથે જ રાજ્ય પરિષદો એ બાબતનું પણ ધ્યાન રાખશે કે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ પૂર્ણ કરવા માટે કોલેજ પાસેથી કોઈ ફી લેવામાં ન આવે.