Homeગુજરાતરાજકોટપડતર પ્રશ્નો મામલે રાજકોટમાં તલાટીઓની હડતાળ; શું કહે છે મંત્રી મેરજા ?

પડતર પ્રશ્નો મામલે રાજકોટમાં તલાટીઓની હડતાળ; શું કહે છે મંત્રી મેરજા ?

-

રાજકોટ ન્યુઝ : રાજ્યના તલાટી કમ મંત્રીઓની વર્ષોથી પડતર માગણીને લઈ અચોક્કસ મુદ્દત માટે હડતાળની શરૂઆત કરાઈ છે. રાજ્યવ્યાપી હડતાળમાં રાજકોટ જિલ્લાના 400 જેટલા તલાટીઓ જોડાયાના અહેવાલ છે. તલાટીઓએ રાજકોટ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની કચેરીની ચાવીઓ જમીન પર ફેંકી કામથી દૂર રહી વિરોધ પ્રગટ કર્યો હતો.

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ ચિરાગભાઈ ગેરૈયાએ આ હડતાળ મામલે કહ્યું કે, ગુજરાતામાં 10 હજારથી વધારે તલાટી કાર્યરત છે. પરંતુ તેમની વર્ષોથી પડતર માગણી મામલે સરકારે હકારાત્મક અભિગમ નથી દાખવ્યો. ત્યારે વર્ષ 2018માં હડતાળ કરાઈ જેમાં પ્રશ્નના નિરાકરણની ખાતરી મળતા હડતાળ સમેટી લેવાઈ હતી. બાદમાં વર્ષ 2021માં હડતાળ કરાઈ હતી ત્યારે પણ આ પ્રકારે ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આજસુધીમાં વણઉકેલ્યા જે પ્રશ્નો ઉકેલાયા નથી માટે આજે હડતાળ ફરી કરવી પડી છે.

શું કહે છે મંત્રી આ મામલે ?

આ મામલે મંત્રી બ્રિજેશ મેરજાએ એક મીડિયાને જણાવ્યું કે, ટૂંક સમયમાં નવી ભરતી કરવામાં આવશે. ગ્રેડ પે માટ નાણાવિભાગની મંજૂરી જરૂરી છે જે મામલે અમે પંચાયત વિભાગ વાટાઘાટ કરી રહ્યાં છીએ. સરકાર ગામડાની સેવા ન ખોરવા તે મામલે નજર રાખે છે.

શું છે તલાટીઓની માગણી ?

ઉલ્લેખનીય છે કે હડતાળ કરી રહેલા, તલાટીઓની માગણી છે કે ફિક્સ પગરના તલાટીઓની નોકરી સળંગ ગણવામાં આવે. 1 જાન્યુઆરી 2016 બાદથી મળવાપાત્ર પાગર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે મંજૂર કરવામાં આવે અને રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં જોડવામાં આવે અથવા તેના જોબ ચાર્ટ અલગ કરી દેવામાં આવે.

વધુ વાંચો- ગઈકાલ સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ 15642 નિઃશૂલ્ક કોવિડ બુસ્ટર ડોઝ અપાયા

Must Read