Homeગુજરાતજામનગરજામનગરની જીજી હોસ્પિટલમાં દિલ્હીથી NABHની ટીમે કર્યું ઈન્સપેક્શન

જામનગરની જીજી હોસ્પિટલમાં દિલ્હીથી NABHની ટીમે કર્યું ઈન્સપેક્શન

-

જામનગર સમાચાર : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા નંબરની સરકારી હોસ્પિટલ જી.જી. હોસ્પિટલ (GG Hospital Jamnagar)માં NABH દ્વારા ઈન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેના આધારે જામનગરની જી.જી. હોસ્પિટલને યોગ્યતાના મયદંડનું પ્રમાણપત્ર આપવાનું નક્કી થશે.

પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીતી નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેરના સભ્યોની અને અધિકારીઓ જામનગર આવી પહોંચ્યા હતા. આ ટીમ દ્વારા જી.જી. હોસ્પિટલના 700 બેડ સાથેના નવા વોર્ડ, ઉપરાંત બાળકો માટેના 200 બેડની સુવિધા વાળા વિભાગ, કેન્સર વિભાગ સહિતના અલગ અલગ વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી.

વધુ વાંચો- 2 SPની બદલી, 2 Dysp સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ: કથિલ લઠ્ઠાકાંડ મામલે કાર્યવાહી

આ ટીમ દ્વારા તથા જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેસ નોંધાવાની પ્રક્રિયાથી લઈ દર્દીઓને સારવાર આપવા સુધીની પ્રક્રિયાનું નીરીક્ષણ કર્યું હતું. સાથે જ હોસ્પિટલના વિવિધ વોર્ડ અને માળખાગત સુવિધા તેમજ સારવારની ગુણવત્તા મામલે પણ તેમણે નીરીક્ષણ કર્યું હતું.

આ કમીટી આગામી દિવસોમાં જી. જી. હોસ્પિટલની વિઝીટનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ હોસ્પિટલની મુલાકાતે હોવાથી હોસ્પિટલના અધિક્ષક, તમામ ફેકલ્ટીના એચઓડી, નર્સિંગ સ્ટાફ સહીત તમામ હોસ્પિટલના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

NABH નામની આ સંસ્થા ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિ છે. જમના દ્વારા હોસ્પિટમાં સુવિધા અને માળખાગત સુવિધાનું માર્કિંગ કરી માર્કસ આપવામાં આવતા હોય છે અને તેના થકી હોસ્પિટલના રેન્કીંગ આપવામાં આવતા હોય છે.

વધુ વાંચો- મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

Must Read