Homeગુજરાતમોરબીવિકાસમાં મોરબી નગરપાલિકાની જ ગાડી ફસાઈ કે શું ! નાગરિકોમાં રમૂજ પ્રસરી

વિકાસમાં મોરબી નગરપાલિકાની જ ગાડી ફસાઈ કે શું ! નાગરિકોમાં રમૂજ પ્રસરી

-

મોરબી સમાચાર : મોરબીના લાતી પ્લોટમાં 2 દિવસ અગાઉ બિસ્માર રસ્તાના કારણે એક રિક્ષા પલ્ટી ગઈ હતી, તે પહેલા એક પેસેન્જર રિક્ષા ગટરના મેનહોલમાં ખાબકી હતી. છતાં પણ નગરપાલિકા (Morbi Nagarpalika)ના તંત્રની આંખ નહીં ઉઘડતા હવે પંચાસર રોડ પર પાલિકાની જ કચરો કલેક્શન કરવા જતી ગાડી ખૂંપ ગઈ હતી.

આજરોજ મોરબી (Morbi)ના પંચાસર રોડ પર નગરપાલિકાની કચરો ઉઠાવવા જતી ગાડી ખૂંપી ગઈ હતી. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હતા. સ્થાનિકોનું માનવું છે કે રસ્તા પર મોટી પાઈપલાઈન નાખવાનું કામ તાજેતરમાં કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરે પાઈપ લાઈ નાખી ખાડામાં વ્યવસ્થિત રીતે માટી પુરાણ કરી જમીન સમથળ કરી ન હતી. આ સ્થિતીમાં કચરા માટેની ગાડી પસાર થતી હતી દરમિયાન વરસાદના કારણે માટી બેઠી અને ગાડીનું પૈડું પણ બેસી ગયું હતું.

જૂઓ કેવી ફસાણી હતી નગરપાલિકા (ની ગાડી)

વધુ વાંચો- સોમનાથ મંદિર બહાર પત્રકારોના ધરણા પ્રદર્શન; પત્રકારો છીએ આતંકી નહીંના સુત્રોચ્ચાર

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

નગરપાલિકાની ગાડી ફસાઈ જતા સ્થાનિકોએ પણ ધક્કા મારી બહાર કાઠવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. છતાં પણ ગાડી બહાર નિકળી શકી નહીં. ભયંકર ટ્રાફિક જામ થતા રસ્તો પર ડાયવર્ટ કરવો પડ્યો હતો તેવા અહેવાલ મળી રહ્યાં છે.

Must Read