Homeગુજરાતમોરબીમોરબી જિલ્લાના હળવદ અને માળીયામાં તિનપત્તિ અને વરલીના આરોપી પકડાયા

મોરબી જિલ્લાના હળવદ અને માળીયામાં તિનપત્તિ અને વરલીના આરોપી પકડાયા

-

મોરબી ન્યુુઝ : મોરબી (Morbi) જિલ્લાના હળવદ (Halvad) અને માળીયા (Maliya)માંથી પોલીસે વરલી મટકા અને તીનપત્તિનો જુગાર રમતા કુલ 6 આરોપી પકડાયા હતા. ગતરોજ માળીયા પોલીસે બાતમીના આધારે માળીયાના ખાખરેચી તીનપત્તિનો જુગાર રમતા 5 આરોપી મુકેશભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, વિનોદભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, સુરેશભાઇ નનુલાલભાઇ જોષી, મુનાભાઇ સોંડાભાઇ સંખેસરીયા અને રમેશભાઇ શામજીભાઇ કૈલાને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રોડક રૂપિય 3690 કબ્જે લઈ જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

બીજી તરફ મોરબીના હળવદમાંથી હળવદ પોલીસે દરોડો કરી જાહેરમાંથી વરલી મટકાનો જુગાર રમતો આરોપી પકડી પાડ્યો છે. હળવદના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં આંકડા લખી જુગાર રમાડતા આરોપી કિરણભાઈ હરીભાઈ મકવાણાને રોકડ રૂપિયા 2100 સહિત અન્ય સાહિત્ય કબ્જે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- રાજનીતિના કલાસ કરાવશે નરેશ પટેલ; શું દુઃખે પેટ કુટે માથું જેવી સ્થિતિ ?

Must Read