Homeગુજરાતઅમદાવાદઅમદાવાદ-કેવડીયા સી-પ્લેન સર્વિસ મામલે રમકડાના વિમાન ઉડાવી NSUIએ કર્યો વિરોધ

અમદાવાદ-કેવડીયા સી-પ્લેન સર્વિસ મામલે રમકડાના વિમાન ઉડાવી NSUIએ કર્યો વિરોધ

-

અમદાવાદ : અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી સી-પ્લેન સેવા વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવાનો આ પ્રોજેક્ટ પ્રધાનસેવક નરેન્દ્ર મોદીના ડ્રીમ પોજેક્ટમાંનો (PM Modi’s Dream Project) એક પ્રોજેક્ટ પણ કહેવાય છે. ત્યારે આ પ્રોજેક્ટને તાળા લાગેલા હોય અમદાવાદ NSUIના કાર્યકરોએ રમકડાના સી-પ્લેન ઉડાવી વિરોધ કર્યો હતો પણ આ વિરોધ સરકાર બેદરકારીની મશ્કરી કરતો હોય તેવો વધારે દેખાયો હતો.

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ (River Front Ahmedabad) પર આજરોજ તારીખ 20 જૂલાઈના રોજ NSUI દ્વારા સી-પ્લેન સેવા પુનઃ શરૂ કરવાની માગણી સાથે વિરોધ પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમના આગેવાન NSUI નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, ‘વરસાદ બાદ શહેરના રસ્તાઓ ખાડાથી ભરપૂર છે, બીજી તરફ સરકારે પ્રજાના ટેક્ષના પૈસાથી શરૂ કરેલી સી-પ્લેન સેવા પણ ફ્લોપ ગઈ છે. માટે અમે આજે નકલી પ્લેન ઉડાવી સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યાં છીએ.’

વધુ વાંચો- નારાજ રાજકોટ NSUIના પ્રમુખે ટ્વિટ કરી બળાપો ઠાલવતા કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ

ગુજરાતના ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી કે, અમદાવાદ સી-પ્લેનની સેવા કે જ બંધ છે તે ફરી શરૂ કવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સી-પ્લેન સેવા (Sea Plane Service) પુનઃ જૂન માસમાં શરૂ થશે. ત્યારે હવે જૂન માસ પણ પૂરો થયો અને જૂલાઈ માસ પૂરો થવા પર છે છતાં સી-પ્લેન શરૂ નહીં થતા NSUI એ વિરોદ પ્રદર્શન કરી સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો છે.

Must Read