Homeગુજરાતઅમદાવાદઆટલા માર્ગો રહેશે બંધ, પ્રધાનસેવકના આગમનની તડામાર તૈયારી: અમદાવાદ

આટલા માર્ગો રહેશે બંધ, પ્રધાનસેવકના આગમનની તડામાર તૈયારી: અમદાવાદ

-

દેવલ જાદવ, અમદાવાદ Ahmedabad, ગુજરાત Gujarat આજના સમાચાર: અમદાવાદમાં તારીખ 11 અને 12 માર્ચના રોજ પ્રધાનસેવક નરેન્દ્ર મોદીના PM Narendra Modi આગમન પહેલા તેમની મુલાકાતના Visit સ્થળો પર ભારે બંદોબસ્ત Tight Security ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલા તમામ પોલીસ સ્ટેશન Police Station અને પોલીસની તમામ શાખાઓ માંથી મોટા ભાગના અધિકારીઓએ અને પોલીસ કર્મચારીઓને પ્રધાનસેવકના PM Modi સુરક્ષા બંદોબસ્તના કામે લગાવી દેવાયા છે. પ્રધાનસેવકના આ બંદોબસ્તમાં 2 આઇ.જી. કક્ષાના અધિકારીઓ,  24 ડી.સી.પી., 38 એ.સી.પી., 124 પી.આઇ., 400 પી.એસ.આઇ. અને 5550 અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આટલી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માત્ર કેટલાક ચોક્કસ માર્ગો પર બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે, ત્યારે તેમના તાબાના વિસ્તારમાં અનિચ્છનિય બનાવ બને તો સામાન્ય નાગરિક માટે કાયદો અને વ્યવસ્થાની દેખરેખ કોણ રાખશે ? તે સવાલ પેદા થાય છે.

news-some-roads-close-on-pm-modi-visit-day-ahmedabad-police-preparation Image
અમદાવાદ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને પ્રધાનસેવકના આગમનની તૈયારી

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 70 થી 80 ટકા સ્ટાફને પ્રધાનસેવકના બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે, પરિણામે સંભવત: પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની ઘટ પડી શકે તેવી સ્થીતી છે, રખેને જો કોઈ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેના માટે કોણ જવાબદાર બને તે જોવુ રહ્યું.

તદ્દ ઉપરાંત પ્રધાનસેવકના આગમનના લીધે અમદાવાદ શહેરની પ્રજા પણ કેટલાક અંશે હાલાકી ભોગવશે. કારણ કે, જે માર્ગે પ્રધાનસેવક પસાર થવાના છે તે માર્ગો પ્રધાનસેવકના પસાર થવાના સમયથી કલાકો સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. તારીખ 11 અને 12 માર્ચના રોજ નીચે જણાવ્યાં મુજબના માર્ગો સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત રહેશે તેવા અહેવાલ છે.

Ahmedabad: પ્રધાનસેવકના આગમનના પગલે આટલા માર્ગો રહેશે બંધ – આજના સમાચાર

  • અમદાવાદ શહેરના આ માર્ગો 11 અને 12 માર્ચના રોજ સામાન્ય લોકો માટે બંધ

સંજીવની હોસ્પીટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા અને સંજીવની હોસ્પીટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હયાત થઇ કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે. (તા.૧૧/૩/૨૦૨૨ ના કલાક ૧૨.૦૦ થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી)

સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી રેડીમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે. ( તા.૧૨/૩/૨૦૨૨ ના કલાક ૧૪:૦૦ થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી)

વધુ વાંચો- કારણ કે આપણા ‘પ્રધાનસેવક મોદીજી’ અમદાવાદ આવે છે: રાતોરાત ઝગમગ્યું શહેર

Must Read