Homeમનોરંજનઆપો વીજળી/8 કલાક વીજળીની માગણી સાથે દિયોદર બંધનું એલાન, ખેડૂતોની વિશાળ રેલી

આપો વીજળી/8 કલાક વીજળીની માગણી સાથે દિયોદર બંધનું એલાન, ખેડૂતોની વિશાળ રેલી

-

આજના તાજા સમાચાર ગુજરાત Diyodar દીયોદર News in Gujarati today : રાજ્યમાં ખેડૂતોને ખેતી માટે સમયસર અને પુરતી વીજળીનો મુદ્દો ગરમ થતો જણાય છે. આજરોજ બનાસકાંઠાના ખેડૂતોએ દિયોદર ખાતે વીજળી સહિતની પડતર માંગણીઓ પુરી નહીં થતા શહેર બંધ રાખવાનું એલાન કર્યું હતું. સાથે જ બનાસકાંઠાના દિયોદરના રાજવી અને દિયોદર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ પણ શહેર બંધના સમર્થનમાં એલાન આપ્યું છે. અત્રે મહત્વની વાત એ છે કે દિયોદરમાં ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂતો ગઈકાલે એક રેલીનું પણ આયોજન કરાયું હતું. તેમાં વખા વીજ સબ સ્ટેશનથી દિયોદર સુધી લગભગ 5 કિમી જેટલી યોજાયેલી રેલીમાં અસંખ્ય ખેડૂતો જોડાયા હતા.

આજના તાજા સમાચાર ગુજરાતી 8 કલાક વીજળીની માગણી સાથે દિયોદર ખેડૂત આંદોલન

રેલી અને બંધનું એલાન કરવાનું કારણ ખેડૂતો પોતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ જણાવી રહ્યાં છે. તેઓ કહે છે કે, સરકાર દ્વારા હજૂ પણ 8 કલાક વીજળી આપવામાં આવતી નથી. ઉત્તર ગુજરાતમાં એક તરફ પાણી મોટી સમસ્યા છે ત્યારે વીજળી પણ પુરતી ન મળતી હોય સિંચાઈનો મોટો સવાલ પેદા થાય છે. જેના લીધે પશુપાલન અને ઉભા પાક પર માઠી અસર પહોંચે છે. માટે જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી ધરણા કાર્યક્રમ યથાવત રહેશે તેઓ નિર્ધાર કર્યો છે.

ખેડૂતોની માંગણી/પાટનગરમાં ખેડૂતોના ટ્રેક્ટર ગાજ્યા, વિધાનસભાના દરવાજે ધારાસભ્યોનું પ્રદર્શન

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સાથે ખેડૂત સમાચાર, અજબગજબ, ગુજરાતીમાં જાણવા જેવું, ટેક્નોલોજી તેમજ વાયરલ ખબર અને વાયરલ કોમેડી વીડિયો સહિતના સમાચાર વાંચો સૌથી પહેલા.

વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

Must Read