Homeરાષ્ટ્રીયપંજાબની અટારી બોર્ડર પરથી 102 કિલો ડ્ર્ગ્સ જપ્ત, આ રીતે ડ્રગ ઘુસાડવા...

પંજાબની અટારી બોર્ડર પરથી 102 કિલો ડ્ર્ગ્સ જપ્ત, આ રીતે ડ્રગ ઘુસાડવા કર્યો હતો પ્રયાસ

-

Breaking News in Gujarati: દેશમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે તાજેતરમાં જ ગુજરાતના મુંદ્રા ખાતેથી મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ત્યાં ગઈકાલે પંજાબની Punjab અટારી બોર્ડર પરતી કસ્ટમને હાથ હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પંજાબની અટારી બોર્ડર પરથી કસ્મટ વિભાગને ગઈકાલે રવિવારના રોજ લિકરીયસ મુલેઠીના કન્સાઈન્મેન્ટમાંથી 100 કિલો કરતા વધું હેરોઈન મળી આવ્યું હતું. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 700 કરોડ હોવાનું માનવામાં આવે છે.

પંજાબની અટારી બોર્ડર પર સ્થિત ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ પરથી કસ્મટ વિભાગના અધિકારીઓ એ અંદાજે રૂપિયા 700 કરોડની કિંમતના 102 કિલો હેરોઈન ડ્રગ ઝડપી પાડ્યું છે. આ કન્સાઈન્મેન્ટ દિલ્હીના આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવેલા લિકરીયસ મુલેઠીથી ભરેલું હતું.

કસ્ટમના અધિકારીઓને આ જથ્થાના એક્સ-રે સ્કેનિંગ કરતા ખ્યાલ પડ્યો હતો કે અંદર ડ્રગ્સ છુપાયેલું છે. બેગખોલી કસ્ટમ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.

Breaking News in Gujarati: પંજાબની અટારી બોર્ડર પરથી 102 કિલો ડ્ર્ગ્સ જપ્ત

અફઘાનિસ્તાથી આયાત કરવામાં આવેલા લિકરીયસ મુલેઠીના જથ્થા સાથે છુપાવીને આવેલા ડ્રગનો પર્દાફાશ થતા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે અમૃતસરના કસ્ટમ કમિશનર રાહુલ નાંગરે એ મીડિયાને જણાવ્યું હતું કે, ‘આ મામલે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.’

Must Read