Monday, May 16, 2022

યુવરાજસિંહના સમર્થનમાં યુવાનો: રાજ્યમાં વિવિધ સ્થળો પર આપ્યા આવેદન

આજના સમાચાર ગુજરાત, News.Gujarati : આમ આદમી પાર્ટી AAP ના યુવા નેતા યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી પેપરલીક કાંડના પર્દાફાશ કરતા રહ્યાં છે. પરંતુ ગાંધીનગર ખાતે તેમને પોલીસ પર કાર ચડાવી દેવાના મામલે પોલીસ કાર્યવાહીનો સમાનો કરવાનો વખત આવ્યો છે. આ કથિત ઘટના સંદર્ભે રાજકીય આગેવાનો સરકારે કિન્નાખોરી કરી તેવા આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે યુવાન વિદ્યાર્થીઓ રાજ્યમાં વિવિધ સ્થળો પર આવેદન પત્ર આપવા બહાર નિકળ્યા છે.

News.Gujarati/યુવરાજસિંહના સમર્થનમાં રાજ્યમાં વિવિધ સ્થળો પર આપ્યા આવેદન

આજરોજ રાજ્યમાં વિવિધ જિલ્લા-તાલુકા ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનો યુવરાજસિહં જાડેજાના સમર્થનમાં બહાર આવ્યા છે. યુવરાજસિંહની ધરપકડ મામલે આમ આદમી પાર્ટી સહિતના વિરોધ પક્ષે રાજકીય રીતે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જયો હતો. પરંતુ હવે જાણે પ્રજાનું સીધુ સમર્થન યુવરાજસિંહને મળતું હોય તેવું જણાય રહ્યું છે. રાજકોટમાં શિક્ષણમંત્રી યુવરાજસિંહ કોણ તેવું બોલતા વિવાદમાં ફસાયા છે.

હવે રાજ્યના યુવાનો સીધા જ યુવરાસિંહના સમર્થનમાં આવ્યા છે જેથી રાજકારણમાં ગરમી આવી ગઈ છે. આજરોજ યુવરાજસિંહને મુક્ત કરવાની માગણી સાથે વિવિદ સંગઠનો અને યુવાનો સ્વયંભૂ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે. ત્યારે તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ યુવરાજસિંહને છોડવા માટે આવેદન પત્રો આપવામાં આવ્યા છે.

More Viral Videos News:

કેમ પત્રકારોને કર્યા અર્ધનગ્ન ! શું છે વાયરલ તસવીરનો મામલો જાણો

વીડિયો/સેકંડોમાં જીવ બચાવી ‘રીયલ લાઈફ હિરો’ બની ગયો આ જવાન: વાયરલ ખબર

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...