Homeરાષ્ટ્રીયગંગામાં 14 ટ્રક ભરેલુ જહાજ બેકાબૂ બનતા ટ્રક ડૂબ્યા પાણીમાં, 10 લાપતા:...

ગંગામાં 14 ટ્રક ભરેલુ જહાજ બેકાબૂ બનતા ટ્રક ડૂબ્યા પાણીમાં, 10 લાપતા: ઝારખંડ

-

આજના તાજા સમાચાર ગુજરાતીLatest News Gujarati Today Jharkhand : ગઈકાલે ગુરૂવારે મોડી રાત્રીના સમયે બિહાર Bihar અને ઝારખંડ વચ્ચેના ક્ષેત્રમાં એક અકસ્માત સર્જાયો હતો. ગંગા નદીના મહનિહારી ઘાટ પર બેકાબુ બનેલા માલવાહક જહાજ બેકાબૂ થતા ટ્રકો પાણીમાં પડી ગયા હતા. જેમાં 14 જેટલા ટ્રક અને કેટલાક જહાજના ક્રૂ મેમ્બર્સ અને ટ્રક ડ્રાઈવર સહિતના લોકો સવાર હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રીના સમયે બિહારના કટિહાર અને ઝારખંડના સાહિબગંજ જિલ્લા વચ્ચે ગંગા નદીના મહનિહારી ઘાટ પર એક અસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક માલવાહક જહાજ પર સવાર કેટલાક ટ્રકો પાણીમાં ડૂબી ગયા હતા. આ જહાજમાં પથ્થરોથી ભરેલા 14 જેટલા ટ્રકો તેમજ ટ્રકના ડ્રાઈવર અને જહાજનો સ્ટાફ પણ સવાર હતા. મળતા અહેવાલ મુજબ આ દૂર્ઘટનામાં 10 જેટલા લોકો હજૂ લાપતા છે. પરંતુ તેમના મૃત્યુ અંગે કોઈ પુષ્ટી ન હોય તેમને લાપતા તરીકે જણાવાઈ રહ્યાં છે.

ગમખ્વાર અકસ્માત સર્જાયાની જાણ થતા જ સાહિબગંજ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ મુજબ આ જહાજ સાહિબગંજથી મનિહારી તરફ જવા નિકળ્યું હતુ. જહાજના કેપ્ટન અમર ચૌધરીએ મીડિયાને જણાવ્યા મુજબ તેમાં 14 પથ્થરોથી ભરેલા કુલ 14 ટ્રક હતા, જેમાં એક ટ્રકનું ટાયર અચનાક જ ફાટ્યું હતું બાદમાં જહાજ બેકાબું બન્યું હતુ અને ટ્રક પાણીમાં પડી ગયા હતા.

આજના તાજા સમાચાર ગુજરાતી/ ગંગામાં 14 ટ્રક ભરેલુ જહાજ બેકાબૂ બનતા ટ્રક ડૂબ્યા પાણીમાં

મળતી માહિતી અનુસાર એક ટ્રકનું ટાયર ફાટતા જહાજ બેકાબુ બન્યું અને 9 ટ્રક જહાજ પર પલ્ટી ખાઈ ગયા હતા. જેમાં 5 ટ્રક ગંગામાં પણ ડૂબી ગયા હતા. એન.ડી.આર.એફ. દ્વારા હાલ સમગ્ર ઘટના બાદ રાહત કામગીરી અને બચાવ કામગીરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં પણ એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રાજમહેલથી પશ્ચિમ બંગાળના માનિકચક જઈ રહેલુ જહાજ બેકાબૂ થતા પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં પણ કેટલાય ટ્રક ગંગામાં સમાઈ ગયા હતા ના અહેવાલો મળ્યા હતા. તેમજ આ પહેલા પણ વર્ષ 2018માં સમદામાં પણ એક જહાજ પલ્ટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાય લોકોના મોત પણ થયા હતા.

જૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

Funny Video Gujarati માં નીચે મળશે

કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Video થયો વાયરલ

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...