Homeરાજકારણપશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો બાખડી પડ્યા, 4 ધારાસભ્ય 1 વર્ષ માટે સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો બાખડી પડ્યા, 4 ધારાસભ્ય 1 વર્ષ માટે સસ્પેન્ડ

-

રાજકીય Politics સમાચાર ગુજરાતીમાં News Gujarati : પશ્ચિમ બંગાળ West Bengal વિધાનસભામાં આજે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. ભાજપ BJP ના ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગૃહમાં બોલવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘારાસભ્યો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ભાજપના આઈ.ટી. સેલના વડા અમિત માલવિયા અને પ્રવક્તા શહજાદ જય હિન્દ સહિત અનેક નેતાઓ દ્વારા હુમલાનો વિડીયો Video પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા ધારાસભ્યો ઝપાઝપી કરતા જોવા મળે છે.

બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નરક. બંગાળના ગવર્નર બાદ હવે ટી.એમ.સી.ના ધારાસભ્યોએ મુખ્ય ચીફ મનોજ તિગ્ગા સહિત ભાજપના ધારાસભ્યો પર હુમલો કર્યો છે. કારણ કે તેઓ ગૃહમાં રામપુરહાટ હત્યાકાંડ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. મમતા બેનર્જી શું છુપાવવા માગે છે ?

News Gujarati/ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો બાખડી પડ્યા

તે જ સમયે, આ લડાઈમાં તૃણમૂલ ધારાસભ્ય અસિત મજુમદારને નાકમાં ઈજા થઈ છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ તેમને મુક્કો માર્યો હતો. તે જ સમયે, હંગામા પછી, સુવેન્દુ અધિકારી અને અન્ય ચાર બીજેપી ધારાસભ્યોને આખા વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આ સમગ્ર હંગામા પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વિપક્ષે કાયદો અને વ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી હતી અને સરકારે ના પાડી દીધી હતી. તેઓ અમારા ધારાસભ્યોને મારવા માટે સિવિલ ડ્રેસમાં કોલકાતા પોલીસ કર્મચારીઓને લાવ્યા હતા.

ગાંધીનગરમાં યુથ કોંગ્રેસના ‘યુવા સ્વાભિમાન’ કાર્યક્રમ પહેલા જ આગેવાનોની અટકાયત

આ ફોટોમાં તમને શું દેખાઈ છે તે નક્કી કરશે તમારી પર્સનાલીટી જાણો કેમ

Must Read