Homeરાજકારણશપથ પહેલા યુપીના CM અજય બિષ્ટ ઉર્ફ યોગી આદિત્યનાથને કોર્ટની નોટીસ, જાણો...

શપથ પહેલા યુપીના CM અજય બિષ્ટ ઉર્ફ યોગી આદિત્યનાથને કોર્ટની નોટીસ, જાણો મામલો

-

News.Gujarati રાજકીય Politics : UP ઉત્તર પ્રદેશ માં સતત બીજી વખત મુખ્યમંત્રી પદ પર શપથ લેવાના છે. ત્યારે આદિત્યનાથને CM Yogi Adityanath મઉ જિલ્લાની કોર્ટે નોટિસ મોકલી છે. આ નોટીસ બજરંગબલીને દલિત બતાવવાના મામલે મોકલવામાં આવી છે. મઉના નવલ કિશોર શર્મા એ આ વિવાદ મામલે ફરિયાદ નોંધાવી હતી જેમાં ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જજ દ્વારા 26 એપ્રિલે આગામી સુનાવણી નિયત કરવામાં આવી છે.

દોહરીઘાટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ભગવાનપુરાના રહેવાસી નવલ કિશોર શર્મા એ એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં સ્પેશિયલ મેજીસ્ટ્રેટ એમ.પી. એમ.એલ.એ. કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી અજય બિષ્ટ CM Ajay Bisht ઉર્ફે યોગી આદિત્યનાથને આરોપી બનાવાયા છે.

News.Gujarati/ શપથ પહેલા યુપીના CM યોગી આદિત્યનાથને કોર્ટની નોટીસ

ફરિયાદમાં ફરિયાદી નવલ કિશોરે જણાવ્યું છે કે, અજય બિષ્ટે (યોગી આદિત્યનાથ) રાજસ્થાનના અલવરના માલખેડા ખાતે તારીખ 28 નવેમ્બર 2018ના રોજ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક રેલીના સંબોધનમાં કહ્યું હતું કે, બજરંગ બલી વનવાસી, ગિરિવાસી અને દલિત હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ તેમના આ ભાષણથી બજરંગબલી પર આસ્થા રાખતા વર્ગની ધાર્મિક લાગણી દુભાઈ છે.

અધિક મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ એમ.પી. એમ.એલ.એ. કોર્ટ દ્વારા આ અરજી રદ્દ કરી હતી. જેમાં જજ શ્વેતા ચૌધરીએ 11 માર્ચે જણાવ્યું હતું કે આ ઘટના રાજસ્થાનમાં બની છે. તે મઉ અધિકાર ક્ષેત્રની બહારની છે. આ ચૂકાદાને જિલ્લા કોર્ટમાં પડકારતા નવલ કિશોરે અપિલ કરી હતી. તે મામલાની સુનાવણી 26 એપ્રિલના રોજ કરવામાં આવશે. ત્યારે ન્યાયધીશે મુખ્યમંત્રી સહિતનાઓને નોટિસ જાહેર કરવાનો આદેશ કર્યો છે.

Funny Video Gujarati માં નીચે મળશે

કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Video થયો વાયરલ

રસ્તા પર આ શખ્સની કળા જાય છે પાણીમાં, હાથવગા સાધનોથી સુર અને સંગીત

જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

Must Read