Homeઆંતરરાષ્ટ્રીયવિડીયો/ફિલિપાઈન્સમા જ્વાળામુખી થયો સક્રિય, ગોટે ગોટા રાખ ઓકી રહ્યો છે

વિડીયો/ફિલિપાઈન્સમા જ્વાળામુખી થયો સક્રિય, ગોટે ગોટા રાખ ઓકી રહ્યો છે

-

આજના તાજા સમાચાર ગુજરાતી વીડિયો Video વાયરલ ખબર Video News Today : ફિલિપાઈન્સ Philippines ના તાલ જ્વાળામુખી Taal Volcano વિશાળ રાખના વાદળ ઓકવા Eruption લાગ્યો છે, જેના લીધે રાજધાની મનીલા Manila પાસે આવેલા કેટલાક વિસ્તારોમાં હાઈએલર્ટ High alert કરવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (ફિવોલ્ક્સ) એ જણાવ્યું છે કે, જ્વાળામુખી Volcano Video માંથી નીકળતા ધુમાડા અને રાખના વાદળ આકાશમાં 1,500 મીટર એટલે ક 1.5 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા. સાથે જ જણાવાયું હતું કે, જ્વાળામુખીમાંથી નિકળતા ખતરનાક ગેસ, રાખ અને ઝડપથી વહેતા લાવાના પ્રવાહને કારણે લોકોને સ્થળાંતર કરવું આવશ્યક છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે, જો જ્વાળામુખી વધુ સક્રિય થઈ ફાટી નિકળે Active Volcano Blast તો સુનામી Tsunami નું કારણ બની શકે તેમ છે. હાલ ત્રીજા સ્તરની ચેતવણી આપવામાં આવી છે જેનો મતલબ છે કે હજૂ વધારે વિસ્ફોટની સંભાવના છે. તાલ જ્વાળામુખીમાં બિલીબિનવાંગ અને બાન્યાગા અને બટાંગાસને એગોન્સિલો શહેરોને ખાલી કરાવવા પડશે. હાલ તાલ સરોવર પર તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે તમજ એરક્રાફ્ટ્સને પણ આ ક્ષેત્રમાંથી ઉડાન નહીં ભરવા સલાહ આપી છે.

Trending Volcano Video વિડીયો/ફિલિપાઈન્સમા જ્વાળામુખી ગોટે ગોટા રાખ ઓકી રહ્યો છે

જ્વાળામુખીની ટોચ પર તાલા તળાવ આવે છે. સરોવરની આસપાસ લોકોના રહેઠાણ છે જેઓ હાલ ઘર છોડીની નિકળી જવા મજબૂર બન્યા છે. માહિતી મળે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજી વખત તેમને ઘર છોડવા પડ્યા છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ અહીં 12 હજાર લોકો વસવાટ કરે છે.

લોકોને વધુ જોખમવાળા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉડ્ડયન અધિકારીઓએ એરલાઇન્સ અને પાઇલટ્સને જ્વાળામુખીની રાખથી બચવા ચેતવણી આપી છે. ફિલિપાઈન્સને અવારનવાર જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપનો ભોગ બનવું પડે છે, કારણ કે તે પેસિફિક મહાસાગરના ‘રિંગ ઑફ ફાયર‘ નજીક આવેલું છે. મોટાભાગના સક્રિય જ્વાળામુખી અને ધરતીકંપ રીંગ ઓફ ફાયરની નજીક નોંધાયા છે.

કાનૂન કે હાથ લંબે હોતે હૈ ! ગુપ્ત ઓરડામાંથી સજ્જુ કોઠારીને પોલીસે કેવી રીતે ઝડપ્યો જાણો

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સાથે ખેડૂત સમાચાર, અજબગજબ, ગુજરાતીમાં જાણવા જેવું, ટેક્નોલોજી તેમજ વાયરલ ખબર અને વાયરલ કોમેડી વીડિયો સહિતના સમાચાર વાંચો સૌથી પહેલા.

  • રાજકોટમાં જાહેરમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર માલવીયાનગર પોલીસ ત્રાટકી

    રાજકોટમાં જાહેરમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર માલવીયાનગર પોલીસ ત્રાટકી

  • પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રામાં નરેશ પટેલે શું કહ્યું જૂઓ

    પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રામાં નરેશ પટેલે શું કહ્યું જૂઓ

  • પ્રેમીએ જેલમાં જીવન ટુંકાવતા તરુણીએ પણ કર્યો આપઘાત: રાજકોટ

    પ્રેમીએ જેલમાં જીવન ટુંકાવતા તરુણીએ પણ કર્યો આપઘાત: રાજકોટ

Must Read