News Gujarati, આજના તાજા સમાચાર ગુજરાત, દેવલ જાદવ, અમદાવાદ Ahmedabad : અમદાવાદ ખાતે પહોંચેલા પ્રધાનસેવક નરેન્દ્ર મોદી Narendra Modi નો રોડ શો Road Show યોજવામાં આવ્યો હતો. ત્યારે PM મોદીના અભિવાદન માટે ભાજપ BJP દ્વારા ‘યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ’ને બોલાવાયા હતા. ભારત સરકારના ‘મિશન ગંગા’ની સફળતા પ્રદર્શિત કરવા માટે આ વિદ્યાર્થીઓને અમદાવાદ એરપોર્ટ પર સ્ટેજ બનાવી તેના પર ઉભા રાખવામાં આવ્યા હતા. અત્રે મહત્વનો સવાલ એ પેદા થાય છે કે, શું ખરેખર વિદ્યાર્થી જાતે જ અભિવાદન કરવા પહોંચી ગયા હતા કે પછી ભાજપના નેતાઓ એ પ્રોગ્રામ સેટ કર્યો હતો.
ગુજરાતના વિવિધ જિલ્લામાંથી બોલાવાયેલા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા પણ કરી હોવાના અહેવાલ મળ્યા છે. જેમા તેમને બસ દ્વારા એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત આ બસમાંથી ઉતરતાની સાથે જ ‘મિશન ગંગા’ લખેલા ટી-શર્ટ તેમજ ટોપીઓ પહેરાવી પ્લે કાર્ડ્સ પકડાવી દેવાયા હતા. ત્યારે ત્યાં ગાયનનો કાર્યક્રમ રાખી મનોરંજન પીરસાઈ રહ્યું હતું જે વિડીયો માં જોઈ શકાય છે કે કલાકારો કેવું મનોરંજન કરાવી રહ્યાં હતા.
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ ‘મને ક મને પ્રધાનસેવકના આગમનની રાહ’ જોઈ ગરમીમાં બે-બે ટી-શર્ટ પહેરી ઉભા રહ્યાં હતા. વહેલા સવારથી જ આ વિદ્યાર્થીઓને સ્ટેજ પર પ્રદર્શનની માફક ઉભા રાખી દેવાયા હતા. જે બાદ પ્રધાનમંત્રીના જતા જ તેમને રવાના કરી દેવાયા હતા.

આ વિદ્યાર્થીઓ પાસેથી અંદરની વાત જાણવા માટે સત્યમંથનના પત્રકાર દ્વારા પ્રયાસ કરવામાં આવતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ એ જણાવ્યું કે, ‘તેઓ પ્રધાનમંત્રીનો આભાર માને છે કે તેમણે યુક્રેનથી ભારત સલામત રીતે ભારત પહોંચાડ્યા.’ પરંતુ કેટલાય વિદ્યાર્થીઓ એવા પણ હતા જે આ વાત સાથે સહમત ન હતા.
આઈ.ટી. સેલના ભયે આવ્યા તા અભિવાદનમાં !
અસહમત વિદ્યાર્થીઓ એ જણાવ્યું કે, “યુક્રેનથી નીકળવામાં અમને ઘણી તકલીફ પડી હતી. અમે જે સ્થળે હતા ત્યાંથી રોમાનીયા બોર્ડર લગભગ 400 કિલોમીટર દૂર હતી, અમે જેમતેમ કરીને બોર્ડર પર પહોંચ્યા હતા અને બોર્ડર ક્રોસ કરતી વખતે અમારા પર બોમ્બનું સેલિંગ પણ થયું હતું. અમારામાંથી એક વિદ્યાર્થીની તેમાં ધાયલ પણ થઈ હતી. યુક્રેનની ભારતીય એમ્બેસી ત્યાં અમને સરખા જવાબ પણ ન હતી આપતી અને જો અમે કોઈ કંઈ બોલીએ તો અહીંયાની આઇ.ટી. સેલની ટીમ્સ અમને બહુ ખરાબ રીતે ટ્રોલ કરતી હતી. અત્યારે પણ અમે અહિયાં ટ્રોલ ન થઈએ તેની બીકે જ આવ્યા છે.”
Viral News Gujarati ‘યુક્રેન સે લાયા મેરા દોસ્ત મોદી કો સલામ કરો’ -Video વિડીયો
કેટલી તકલીફ પડી એ તો અમે જ જાણીએ !
યુક્રેનથી પરત ફરેલા આ વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું હતું કે, અમને યુક્રેનમાં કોઈ પ્રકારની મદદ મળી ન હતી. અમને મિશન ગંગા અંતર્ગત યુક્રેનના પાડોશી દેશો માંથી ભારત લાવવામાં આવ્યા છે. પાડોશી દેશો સુધી અમે અમારી જાતે મહેનત કરીને પહોંચ્યા હતા. તે કરવા માટે અમને કેટલી તકલીફ પડી તે અમે જ જાણીએ છે.
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને સ્ટેજ પર ખડા કરી ગાયક કલાકારો ગીતો ગાયન કરી મનોરંજન પીરસતા જોવા મળ્યા હતા. જેમાં ગાયક કલાકારો ગાયન કરતા જોવા મળ્યા હતા, ‘યુક્રેન સે લાયા મેરા દોસ્ત, મોદી કો સલામ કરો’. આ ગાયન પર કેટલાક ભાજપના કાર્યકરો સહિત વાલીઓ જુમતા પણ જોવા મળ્યા હતા.

જૂઓ વિડીયો- નગર મેં મોદી આયા, મોદી નાથ… મોદી નાથ… :પ્રધાનસેવકનો રોડ શો