Monday, May 16, 2022

વિદ્યાર્થી પુરાવા ભેગા કરશે તો સરકાર શું કરશે, પેપર મામલે યુવરાજસિંહનો ગંભીર સવાલ

આજના તાજા સમાચાર ગુજરાત કથિત પેપર લીક/ચીટિંગ/કોપીકેસ કાંડ: ગાંધીનગર Gandhinagar News : રાજ્યમાં વનરક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક થાયના આરોપો બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ નિવેદન આપ્યું હતું. આ પેપરલીક નહીં પણ કોપી કેસ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ આજે દાવો કર્યો છે કે, વનરક્ષકનીં ભરતી પરીક્ષાનું પેપર ચાલુ પરીક્ષાના માત્ર 1.04 મિનિટમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. સાથે જ તેમણે દાવા સાથે આક્ષેપ કર્યો હતો કે સૌરાષ્ટ્રની વિવિધ 25 જેટલી શાળાઓમાં ચિટિંગનો બનાવ બન્યો છે.

ચીટિંગ કે પેપર લીક તે જનતા પર

એક ગુજરાતી સમાચાર ની વેબસાઈટ Website પર અહેવાલ મુજબ યુવરાજસિંહે  વોટ્સએપ ગ્રુપમાં વનરક્ષક પરીક્ષાનું પેપર વાયરલ થયાનું પણ જણાવ્યું હતું. સાથે જ તેમણે આ બાબતને પેપર લીક ગણવું કે ચીટિંગ ગણવું તે જનતા પર મુકીએ છીએ.

News Gujarati Today/વિદ્યાર્થી પુરાવા ભેગા કરશે તો સરકાર શું કરશે: યુવરાજસિંહ

વાઘાણીના વિસ્તારમાંથી વાયરલ !

યુવરાજસિંહે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મતવિસ્તારમાંથી વાયરલ થયું હતું. તેમણે દાવો કરતા જણાવ્યું કે તેઓ આ વાત આધાર પુરાવા સાથે કરે છે. પાલીતાણાની કોચિંગ સેન્ટરમાંથી આ પેપરના ફોટા વાયરલ થયા હતા. સાથે જ તેમણે સણસણતો આક્ષેપ કર્યો હતો કે સૌરાષ્ટ્રની 25 શાળામાં પરીક્ષામાં ચીટિંગના બનાવ બન્યા છે.

વિદ્યાર્થી પુરાવા એકઠા કરશે તો સરકાર શું કરશે ?

સરકારને પેપર વાયરલ થયાના પુરાવા આપવાની વાત સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ, તળાજા, ઉનાવાના સેન્ટરો પર ગેરરીતી થઈ છે. મીડિયા સમક્ષ યુવરાજસિંહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પુરાવાના આધારે ગેરરીતી તપાસ થવી જોઈએ. સાથે જ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ પુરાવા એકઠા કરવાનું કામ કરશે તો સરકાર શું કરશે ?

પ્રાણીની દોસ્તીનો Viral Video જૂઓ

મુખ્ય સેવિકા તથા ગ્રામ સેવકની ભરતીની જાહેરાત, જાણો વિગતવાર માહિતી અને ડાઉનલોડ કરો…

- Advertisment -

Must Read

chor aunty viral video on social media thieving mobile phone cctv video gujarati

ચોર આંટીનો વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

Chor Aunty Viral Video ચોર આંટી વાઇરલ વિડિયો: ચોરી કરતા ચોર પાસે અલગ જ પ્રકારની હિંમત હોય છે....