Homeરાષ્ટ્રીયપાક.માં મિસાઈલ લોન્ચ મામલે સંસદમાં સરકારે આપ્યું નિવેદન, અમેરિકાએ પણ આપ્યું હતું...

પાક.માં મિસાઈલ લોન્ચ મામલે સંસદમાં સરકારે આપ્યું નિવેદન, અમેરિકાએ પણ આપ્યું હતું નિવેદન

-

News.Gujarati – આજના તાજા સમાચાર ગુજરાત : પાકિસ્તાન Pakistan માં કથિત રીતે ભૂલથી ગયેલી ભારતીય મિસાઈલ મામલે સરકારે આજે સંસદમાં નિવેદન આપ્યું છે. જેમાં જણાવાયું છે કે, અમારી મિસાઇલ સિસ્ટમ “વિશ્વસનીય” છે અને આ મામલે “ઉચ્ચ-સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે”. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાને જ ભારત પર એરસ્પેસના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો હતો. અહેવાલ મુજબ ભારતની મિસાઈલ પાકિસ્તાનમાં, 124 કિલોમીટરની અંદર ભારતીય સીમા તરફ આવેલા ખનેવાલ જિલ્લામાં પડી હતી. આ સમગ્ર બાબતે પર આજે સદનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું છે.

Click Here Video વીડિયો- કબડ્ડી ખેલાડી પર ભરચક મેદાનમાં ઘાણીફૂટ ફાયરિંગ કરી હત્યા

ગુજરાતીમાં Trending Comedy video માટે અહિં ક્લિક કરો

News.Gujarati – Pakistan માં મિસાઈલ લોન્ચ મામલે સંસદમાં રાજનાથસિંહે આપ્યું નિવેદન

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે, “આ સમગ્ર ઘટનાને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આ માટે ઘટનાને લઈ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કથિત અકસ્માતનું ચોક્કસ કારણ તેની તપાસ કર્યા બાદ જ જાણી શકાશે. હું એ પણ જણાવવા માંગુ છું કે, આ ઘટનાના સંદર્ભમાં, કામગીરી, જાળવણી અને અવ્યવસ્થિત માટેની માનક કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજનાથસિંહે વધુંમાં જણાવ્યું હતું કે, જો આ સંદર્ભેમાં કોઈ ઉણપ જણાશે, તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે.

આ મામલે અમેરિકાએ પણ જણાવ્યું છે કે, ભારત દ્વારા પાકિસ્તાનની જમીન પર લોન્ચ થયેલી મિસાઈલ માત્ર અકસ્માત છે એથી વધારે કંઈ નથી. આ બાબત અમેરિકાના વિદેશી મામલાના પ્રવક્તા નેડ પ્રાઈસે સોમવારના રોજ એક પત્રકાર પરિષદમાં જણાવી હતી.

Must Read