Homeરાષ્ટ્રીયમિત્રો...આ છે 'અચ્છે દિન' ? 16 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં 14મી વખત વધારો

મિત્રો…આ છે ‘અચ્છે દિન’ ? 16 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં 14મી વખત વધારો

-

News Gujarati Today : આજના તાજા સમાચાર ગુજરાત : આજરોજ તારીખ 6 એપ્રિલ, 2022 બુધવારના રોજ દેશમાં ફરી પેટ્રોલ અને ડીઝલ Petrol Diesel ના ભાવમાં વિકાસ જોવા મળ્યો છે. આજરોજ ફરી 80 પૈસા પ્રતિ લિટરની વૃધ્ધી Price Hike ઈંધણના ભાવમાં થઈ છે. છેલ્લા 16 દિવસમાં આ 14 મો વધારો છે. આ સાથે જ અમદાવાદમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.09 રૂપિયા પહોંચી ગઈ છે. ડીઝલ પણ 98.08 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. જ્યારે દિલ્હીમાં આજે લોકો પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરે ખરીદી રહ્યા છે.

News Gujarati Today/ 16 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં 14મી વખત વધારો

આ દર દરેક પ્રત્યેક રાજ્યોના ઈંધણ પરના કર માળખા અનુસાર બદલાશે. મહત્વની વાત છે  કે 22 માર્ચ 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. અગાઉ સાડા ચાર મહિના જેવો સમય ભાવ સ્થિરની આસપાસ જોવા મળ્યા હતા. આટલો વધારો ઝિંકાતા બાદ પેટ્રોલ અને ડીઝલ બંને એક લીટર પર 10 રૂપિયા મોંઘા થઈ ગયા છે.

મંગળવારના રોજ સાંજ સુધીમાં ક્રૂડ ઓઇલના માર્કેટે જોર પકડ્યું હતું. સાંજે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.04 ટકા વધીને 108.65 ડોલર પ્રતિ બેરલ નોંધાયો હતો. દરમિયાન ભારતીય વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ રૂ.141 વધીને રૂ.7,856 થયો હતો. જો કે, બાદમાં 0.8 ટકાનો ઘટાડો જોવા મળ્ય હતો. તેમજ બુધવારના દિવસે સવારે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ ઘટાડા તરફ રહ્યા હતા.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ

  • દિલ્હી- પેટ્રોલ 105.41, ડીઝલ 96.67
  • કોલકાતા- પેટ્રોલ 115.12, ડીઝલ 99.83
  • મુંબઈ- પેટ્રોલ 120.51, ડીઝલ 104.77
  • ચેન્નાઈ- પેટ્રોલ 110.85, ડીઝલ 100.85

Read More Today’s Gujarati News:

જૂઓ વીડિયો/AAP નેતા યુવરાજસિંહે પોલીસ પર કાર ચઢાવ્યાના ફૂટેજ સામે લાવી પોલીસ

BJP ના ‘આઝાદી કા અમૃતોત્સવ’ સામે આજથી કોંગ્રેસની ‘આઝાદી ગૌરવ યાત્રા’

Must Read