News Gujarati અમદાવાદ, ગુજરાત : મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ Gujarat Vidyapith ફરી એક વાર છાપે ચડી રહી છે. છેલ્લા અમૂક વર્ષોથી ગૂજરાત વિદ્યાપીઠ વિવિધ વિવાદિત મુદ્દાને લઈ અખબારોમાં સ્થાન મેળવી ચૂકી છે. ત્યારે હવે પેન્શનની રકમ મેળવવા નિવૃત કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ કુલપતિ રાજેન્દ્ર ખીમાણીને UGC દ્વારા હટાવવાના નિર્ણય કર્યાનો મુદ્દો ચગ્યો હતો. બાદમાં દેશના ગૃહપ્રધાન દ્વારા કોચરબ આશ્રમથી પ્રતિકાત્મક દાંડી યાત્રાને ઝંડી આપવામાં આવી ત્યારથી વિવિધ તર્ક વિતર્કો સર્જાયા છે. ત્યારે સમગ્ર ઘટનાક્રમ (ક્રોનોલોજી) ને લોકો શંકાસ્પદ રીતે જોતા જણાય છે.
અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીજી Mahatma Gandhi દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ કુલપતિ રાજેન્દ્ર ખીમાણીની નિમણૂંકના વિવાદોથી ઘેરાયેલી છે. ત્યારે હવે નિવૃત કર્મચારીઓને પુરૂ પેન્સન નહીં ચૂકવવાના કારણે પેન્સનરો ધરણા પર ઉતરી ગયા છે. વિદ્યાપીઠ કેમ્પસમાં 20-25 જેટલા પેન્સનરો અહિંસક રીતે પોતાના પેન્સનની પુરી રકમ મળે તેવી માંગણી સાથે ધરણા કરી રહ્યાં છે.
Ahmedabad News Gujarati: ગૂજરાત વિદ્યાપીઠમાં પેન્સનરોના ધરણા – આજના તાજા સમાચાર ગુજરાત

આ મામલે ધરણા પર બેઠેલા એક પેન્સર સાથે ટેલિફોનીક ચર્ચા કરતા માહિતી મળે છે કે, તેઓ જ્યાં સુધી તેમને મળવા પાત્ર ભથ્થાઓ સહિતની પેન્સનની રકમ નહીં મળે ત્યાં સુધી ધરણા પર વિદ્યાપીઠ કેમ્પસમાં ધરણા આપશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાપીઠ દ્વારા UGC ના નિયમોના દાયરામાં નહીં રહી કાર્ય કરે છે જેથી, મોંઘવારી ભથ્થા તેમજ અન્ય રાહતની રકમ સહિતની રકમ અમોને મળતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂજરાત વિદ્યાપીઠ મામલે કેટલાક જાણકારોનું માનવું છે કે, ગૂજરાત વિદ્યાપીઠને હવે સત્તાના તાબે થયા વિના કોઈ માર્ગ બચ્યો જ નથી. જેની પાછળનું સૌથી મોટું કારણ યુ.જી.સી.ની ગ્રાન્ટ કરતા પણ યુ.જી.સી.ની આકરી તપાસ હોવાનું માનવામાં આવે છે.

ધરણા પર બેઠેલા એક પેન્સનર સાથે થયેલી ચર્ચામાંથી પણ આ માહિતીને બળ મળે છે કે, ખરેખર જો ઉંડી તપાસ થાય તો સત્ય સામે આવી શકે. પરંતુ હાલ યુજીસીનો રીપોર્ટ મળ્યો નથી તેને સૌથી મોટો જવાબ માનવામાં આવે છે. ટુંકમાં લટકતી તલવારનો ભય જ કાબુમાં રાખવાનું રીમોટ કંટ્રોલ બની ગયો હોય તેવી સ્થીત સર્જાય છે તેવું લોક મુખે સંભળાય છે.
અમૂક લોકો દ્વારા વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણી VC Rajendra Khimani દ્વારા ગૃહમંત્રી અમિત શાહ Amit Shah અને ભાજપ નેતા નરહરી અમીન Narhari Amin ની આગેવાનીમાં દાંડી યાત્રા 2022 Dandi Yatra 2022 ના પ્રારંભ કરાવવાના આયોજનને પણ રાજકીય સુમેળ સાધવાની પ્રક્રિયા તરીકે જોવામાં આવી રહ્યું છે. સુત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ મામલે રાજેન્દ્ર ખીમાણીના જવાબથી નારાજ વિદ્યાપીઠના એક ટ્રસ્ટી દ્વારા લખાયેલો પત્ર પણ રાજકીય સુમેળ માટે કાર્યક્રમ થયાનો પ્રત્યુત્તર મળ્યો હોવાનું સુચવે છે.

આ બાબતે ગૂજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રારનો ટેલિફોનીક સંપર્ક કરવાના પ્રયાસો તેમના ફોન સ્વિચ ઓફ હોવાના લીધે નિષ્ફળ રહ્યાં છે. બાદમાં કુલપતિ રાજેન્દ્ર ખીમાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી પેન્સનરોના મુદ્દે વાત કરવામાં આવતા તેમણે પેન્સન પુરૂ નહીં ચૂકવાતું હોવાનો સ્વિકાર કરતા જણાવ્યું હતું કે, હા તેમને પુરૂ પેન્સન નથી મળતું કારણ કે, પુરૂ પેન્સન ભારત સરકાર અમને આપતી નથી. બધા એકાઉન્ટ ટ્રેઝરી એકાઉન્ટ થઈ ગયા. એ એકાઉન્ટમાં પૈસા આવે તેમાંથી જ સીધું પેન્સન ચૂકવવામાં આવે છે. અમો દ્વારા માંગણી કરવામાં આવે છે પરંતુ ભારત સરકાર દ્વારા પુરતી રકમ ચૂકવણી થતી નથી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે. આ પ્રશ્ન માત્ર ગૂજરાત વિદ્યાપીઠનો નથી અન્ય 6 ડિમ્ડ યુનિવર્સીટી સાથે પણ આ જ પ્રશ્ન છે અને અમે નિરાકરણ માટે પ્રયત્નશીલ છીએ.
વિદ્યાપીઠમાં કુલપતિ રાજેન્દ્ર ખીમાણીના પદને લઈ વિવાદ, યુ.જી.સી. ના અહેવાલ બાદનો વિવાદ, અને હવે પેન્સરોની માંગણી વિદ્યાપીઠને ફરી અખબારના પાને લાવશે.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણી તો ‘કોર્ટથી સર્ટિફાઈડ ઠગ’ની સાથે જોડાયેલા છે !
પાટીલની ‘નમો કિસાન પંચાયત’માં કાળા વાવટા બતાવવાની તૈયારી શરૂ: ગીર સોમનાથ