Homeગુજરાતઆ છે ગુજરાત ! સરકારમાં આટલી જગ્યા ખાલી, માત્ર 1276 બેરોજગારોને મળી...

આ છે ગુજરાત ! સરકારમાં આટલી જગ્યા ખાલી, માત્ર 1276 બેરોજગારોને મળી નોકરી

-

આજના તાજા સમાચાર ગુજરાતNews Gujarati : ગાંધીનગર Gandhinagarગુજરાત Gujarat : રાજ્ય સરકારના રાજકીય નેતાઓ નોકરી અને રોજગારી Employment ની સીધ્ધીઓ વિશે દાવાઓ કરતા હોય છે. નેતાઓના આ તમામ દાવા પોકળ હોય તેવું જણાય રહ્યું છે. વિધાનસભામાં Gujarat Assembly સરકારે જવાબ આપ્યો છે કે 2 વર્ષમાં માત્રને માત્ર 1276 બેરોજગારોને નોકરી JOB આપવામાં આવી છે. ઉપરાંત સરકાર તરફથી રાજ્યના 16 જિલ્લામાં તો એક પણ નોકરી આપવામાં આવી નથી.

જિલ્લા પંચાયતમાં કેટલી ઘટ ?
ગુજરાત રાજ્ય સરકારના ચોંકાવનારા ખુલાસાને પગલે કોંગ્રેસ આરોપ કરી રહી છે કે સરકાર 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતી ના ખોટા દાવા કરી રહી છે. રાજ્યની જિલ્લા પંચાયતોમાં કર્મચારીઓની ઘટ બાબતે ગુજરાત વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ સામે આવતા ખલાસો થવા પામ્યો છે કે, રાજ્યમાં જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી 4 ના કર્મચારીઓની 55 ટકા ઘટ છે.

વાહ રે સરકાર… વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં ‘કરકસર’ અને સરકારી કાર્યક્રમમાં ‘કરોડોના આંધણ’ !

News Gujarati આ છે ગુજરાત ! માત્ર 1276 બેરોજગારોને મળી JOB

કેટલી જગ્યા ખાલી છે ?
વિધાનસભામાં ગુજરાત રાજ્ય સરકારના જવાબ પરથી માહિતી મળે છે કે, જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી વર્ગ 4 ના કર્મચારીઓની હાલમાં 55 ટકા ઘટ ચાલે છે. જિલ્લા પંચાયતોમાં વર્ગ 1 માટે 143 જગ્યાઓ ખાલી છે જ્યારે વર્ગ 2 ની 355 જગ્યાઓ ભરાઈ છે તો 299 જગ્યા ખાલી પડી છે. વર્ગ 3માં પણ સ્થિતી કંઈ આવી છે, વર્ગ 3 ની 2208 જગ્યા ભરવામાં આવી છે તો 3158 જગ્યા ખાલી પડી છે. વર્ગ 4 માં તો માત્ર 481 જગ્યા ભરી છે જ્યારે 3385 જગ્યા ખાલી પડેલી છે. સરકારે સત્તાવાર આંકડા જવાબ સ્વરૂપે જાહેર કરતા આ માહિતી સામે આવી હતી.

રાજ્યમાં મામલતદાર સંવર્ગની 73 જગ્‍યાઓ ખાલી
• 12 જગ્‍યાઓ એક વર્ષ કરતાં વધુ સમયથી જૈસે થે
• 9 જગ્‍યાઓ 2 વર્ષ કરતાં વધુ સમયથી ખાલીખમ
• કાયદા વિભાગમાં સામાન્‍ય સંવર્ગની 85 જગ્‍યાઓ ખાલી
• કાયદાકીય બાજુની 34 જગ્‍યાઓ ખાલી, ન્‍યાયતંત્ર સંવર્ગની 1 જગ્યા ખાલી

રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યા ખાલી, 700 સ્કૂલમાં 1 જ શિક્ષક

મહેસૂલ વિભાગમાં હજુ પણ 108 જગ્‍યાઓ ખાલી
• મંજૂર થયેલી 327 જગ્યા સામે 108 જગ્યાઓ કોરી ધાકોર
• મંજુર જગ્યાની ત્રીજા ભાગની જગ્‍યાઓ ખાલી
• ભરાયેલ જગ્‍યાઓ પૈકી 6 જગ્‍યાઓ કરાર આધારીત
• 33 જગ્‍યાઓ આઉટસોર્સીંગથી ભરાયેલ
• 94 જગ્યા ફીકસ પગારથી ભરાયેલી છે

રાજ્યમાં પશુચિકિત્સા અધિકારીની જગ્યાઓ ખાલી
• 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવાનું હતું આયોજન
• વર્ષ 2023 માં પુર્ણ થાય છે 10 વર્ષીય કેલેન્ડર અવધી
• 31 ડિસેમ્બર 2021 ની સ્થિતિ એ 315 જગ્યાઓ ખાલી
• કોંગ્રેસના ધારાસભ્સના પ્રશ્ન સામે પશુપાલન મંત્રીનો લેખીત જવાબ

કમિશન કાંડનો રિપોર્ટ ગુપ્ત ! રાજકોટ પોલીસ પર લાગેલા અન્ય આક્ષેપોની તપાસ ક્યારે ? રમુજ ફેલાઈ, પાર્ટી ફંડ આપો ત્યારે ?

3,64,252 બેરોજગારમાંથી 3,46,436 તો શિક્ષિત બેરોજગાર
રાજ્યના વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બેરોજગારોની સંખ્યા બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યુ હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો છે, જેમાંથી 3,46,436 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 17, 876 અર્ધશિક્ષિત બેરોજગારો છે. તે બાદ માર્ગ અને મકાન વિભાગમાં ખાલી જગ્યાને લઈનને થયેલા સવાલના જવાબમાં ખુદ સરકારે સ્વીકાર્યું છે કે માર્ગ અને મકાન વિભાગમાં 50 ટકા પદ ખાલી છે.

• વર્ગ-1ની 20, વર્ગ-2ની 503 જગ્યાઓ ખાલી
• વર્ગ-3ની 2 હજાર 882 જગ્યાઓ ખાલી
• વર્ગ-4ની 571 જગ્યાઓ ખાલી
• જિલ્લા કચેરીઓમાં 3 હજાર 675 જગ્યાઓ ભરાયેલી જેની સામે 3 હજાર 976 જગ્યાઓ ખાલી

Must Read