Homeજાણવા જેવુંપોલેન્ડ આજે પણ જામનગરના રાજાની મદદને નથી ભુલ્યુ, જાણો એવી તો કઈ...

પોલેન્ડ આજે પણ જામનગરના રાજાની મદદને નથી ભુલ્યુ, જાણો એવી તો કઈ મદદ હતી

-

આજના સમાચાર ગુજરાત Gujarat News Gujarati : જામનગર Jamnagar ના રાજા દિગ્વિજયસિંહે બીજા વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના મોટી સંખ્યામાં બાળકોને સહારો આપ્યો હતો. ત્યારે આ મદદને પોલેન્ડ આજ સુધી ભૂલ્યુ નથી, અને હાલ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદે આવ્યું છે.

ભારત-પોલેન્ડ વચ્ચેના સંબંધો સારા છે અને તેની પાછળ ઈતિહાસની એક મોટી ઘટના પણ નિમીત છે. હાલ જ્યારે રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા 16 દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિગ્યાર્થીઓને પોલેન્ડે વગર વિઝાએ પ્રવેશની મંજૂરી આપી હતી અને પોલેન્ડ ભારતીયોની મદદે આવ્યુ તેની પાછળ જામનગરના રાજવીએ બીજા વિશ્વયુદ્ધ સમયે દાખવેલી દરિયાદિલી પણ માનવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ સમયે જર્મનીએ અને રશિયાએ મળીને પોલેન્ડ પર આક્રમણ કર્યુ હતું જેમા પોલેન્ડની સૌથી વધુ ખુવારી થઈ હતી. મોટાભાગના પોલેન્ડના સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને હજારો બાળકો અનાથ બન્યા હતા. ત્યારે આ અનાથ બાળકોને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહે સતત 4 વર્ષ સુધી આશરો આપ્યો હતો. બ્રિટનમાં મળેલી વોર કેબિનેટમાં પ્રસ્તાવ પસાર કરી અનાથ બનેલા 1000 બાળકોને જામનગરના બાલાચડીમાં રાખવામાં આવ્યા હતા જ્યાં આ બાળકો માટે રહેવા, જમવા અને શિક્ષણ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જૂઓ વિડીયો- રોડ પર બોક્સિંગ કરતા કાંગારુંનો વિડીયો

વધુ વાંચો- પોલેન્ડ સરહદે ફસાયેલા એ ગુજરાતી મહારાજનું આ ઋણ યાદ કરાવાની જરૂર છે

જામનગરના મહારાજાની આ મદદને પોલેન્ડે વર્ષ 1989માં તે જ્યારે સોવિયેત યુનિયનમાંથી અલગ થયુ ત્યારબાદ બિરદાવી હતી અને પોલેન્ડની રાજધાની વોરસોમાં એક ચોક અને એક પાર્કનું નામ મહારાજા દિગ્વિજયસિંહના નામ પરથી રાખ્યુ હતું. ઉપરાંત મહારાજાને મરણોપરાંત ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન કમાન્ડર્સ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરીટથી સન્માનિત કર્યા છે. તો વધુ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે પોલેન્ડની સંસદમાં મહારાજા જામ સાહેબના નામ પર શપથ લેવાય છે.

Must Read