Homeગુજરાતહિજાબ વિવાદ: રાજ્ય સરકારનો પરિપત્ર,શાળા-કોલેજોને અપાઈ તાકીદની સૂચના

હિજાબ વિવાદ: રાજ્ય સરકારનો પરિપત્ર,શાળા-કોલેજોને અપાઈ તાકીદની સૂચના

-

News Gujarati આજના તાજા સમાચાર Gujarat ગુજરાત : કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને પગલે દેશભરમાં તેના પડઘા પડ્યા છે. મહિલાના હિજાબ મામલે વિવાદ બાદ કર્ણાટકની મહિલા કોલેડ સિવાયની કોલેજ અને સ્કૂલમાં અસર જોવા મળી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હિજાબ બાબતે ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ વાયરલ થવા લાગી છે. ઘટનાની ગંભિરતાના પારખી કેન્દ્ર ગૃહમંત્રાલય દ્વારા દરેક રાજ્યોને શાળા કે કોલેજમાં આ બાબતે કોઈ ઘટના ન બને તેની તેકેદારી રાખવા તાકીદ કરી છે.

News Gujarati રાજ્ય સરકારનો પરિપત્ર હિજાબ વિવાદ મુદ્દે શાળા-કોલેજોને અપાઈ સૂચના

આ મામલે રાજ્યના શિક્ષણ વિભાગે સક્રિયતા બતાવી એક પરિપત્ર જાહેર કર્યો છે. જમાં રાજ્યના કોઈ શાળા કોલેજમા હિજાબ મુદ્દે વિવાદ ન થવો જોઈએ તેમ જણાવ્યું છે. સાથે જ શાળા અને કોલેજોમાં આ પ્રકારની ઘટના ઘટે નહીં તેની ખાસ તકેદારી રાખી કાનૂની વ્યવસ્થા જાળવવામાં આવે તેમ જણાવાયું છે.

રાજ્યમાં કાયદા વ્યવસ્થા ખોરવાય નહીં માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. આ સર્ક્યુલર મુજબ હિજાબ વિવાદ વિશે સાવચેત રહેવા જણાવાયું છે. જેથી કરીને રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.

કર્ણાટકમાં 74 દિવસથી ચાલતા વિવાદનો આવ્યો અંત

કર્ણાટકની સ્કૂલ અને કોલેજમાં હિજાબ પહેરવા બાબતે છેલ્લા 74 દિવસથી વિવાદ ચાલતો હતો. જેનો કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાથી અંત આવ્યો છે. હિજાબ પહેરવાનું સમર્થન કરનારા પક્ષનું માનવું હતું કે સ્કૂલ યુનિફોર્મના સ્થાને હિજાબ ધર્મનો અનિવાર્ય હિસ્સો છે. આ સંદર્ભમાં અરજીનો ચુકાદો આપતા હિજાબ પહેરવોએ ધર્મની અનિવાર્ય બાબત છે એ માનવાનો ઇન્કાર કરી દીધો છે.

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ- વાહ… ગૃહ રાજ્યમંત્રી સંઘવીના દિકરાનો ગુજરાતી ગાયન વીડિયો

જૂઓ- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

આજના તાજા સમાચાર ગુજરાત- Gujarat News

સજા-એ-મોત: 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ મામલે કોર્ટે આપ્યો મોટો ચુકાદો: ગુજરાત

ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં

જાણો – મોતીની ખેતી કઈ રીતે કરવામાં આવે છે

આ ખેતી કરીને એક વૃક્ષમાંથી કમાઈ શકો છો 6 લાખ રૂપિયા ! જાણો ખેતીની પદ્ધતિ

Must Read