News Gujarati– આજના તાજા સમાચાર ગુજરાત, ગાંધીનગર Gandhinagar : તાજેતરમાં જ રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી Vijay Rupani સામે કોંગ્રેસના નેતાઓ દ્વારા સહારાની જમીનના હેતુફેર બાબતના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે મામલે વિજય રૂપાણી દ્વારા બદનક્ષીની ફરિયાદ કરવાં આવી હતી. જે અરજી ગાંધીનગર કોર્ટે ગ્રાહ્ય રાખતા આક્ષેપો ક૨ના૨ કોંગ્રેસી આગેવાનોને ગાંધીનગર કોર્ટે સમન્સ પાઠવ્યાના અહેવાલ મળી રહ્યાં છે.
આજના સમાચાર ગાંધીનગર: પૂર્વ CM રૂપાણી પર ગંભીર આક્ષેપો કરનાર કોંગ્રેસના 4 નેતાઓને કોર્ટમાં હાજર થવાનો આદેશ
કોંગ્રેસ Congress ના પ્રદેશના નેતાઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આણંદપર ગામની 500 કરોડની જમીનમાં હેતુફેરમાં કૌભાંડના આક્ષેપ કર્યા હતા. જે મામલે કોંગ્રેસ નેતાઓ વિરૂધ્ધ કોર્ટમાં માનહાનિની અરજી કરવામાં આવી હતી. જે અરજી ગાંધીનગરની કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ અરજીમાં CRPC ની કલમ 202 મુજબ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. આ અરજીમાં ગાંધીનગરની કોર્ટે કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર, સી.જે.ચાવડા અને વિરોધ પક્ષના નેતાઓ સુખરામ રાઠવા તેમજ અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલયને પણ કોર્ટમાં હાજર રહેવા સમન્સ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આ આક્ષેપો લાગ્યા ત્યારે ત્યારે તેઓ અમેરિકામાં હતા. આ દરમિયાન કોંગ્રસના નેતા દ્વારા 22 ફેબ્રુઆરીના રોડ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની નજીકના ગણાતા નીતિન ભારદ્વાજ ગોટાળાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જમીન મામલે 500 કરોડનું કૌભાંડ થયું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. બાદમાં રાજકોટના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે 2 માર્ચના રોજ બદનક્ષીની નોટીસ કોંગ્રેસી નેતાઓને મોકલાઈ હતી. આ મામલે તેમને જણાવ્યું હતું કે, ખોટા આરોપોના કારણે તેમની પ્રતિષ્ઠા ખરડાઈ છે, જેથી દિવસ 15માં આ નેતાઓ લેખિત માફી માંગી આરોપ પરત ખેંચે તેમજ આ માફી તમામ મીડિયાને મોકલે અન્યથા બદનક્ષીની ફરિયાદ કરવામાં આવશે.
બદનક્ષી થયાની અને પ્રતિષ્ઠાને ગંભીર નુકશાન થયાની દલીલો બાદ નામદાર કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી IPC કલમ 500, 114 અન્વયેના ગુનાની કાર્યવાહી ચલાવવા તેમજ CRPCકલમ 204 હેઠળ ફોજદારી કેસ નોંધી સમન્સ ઈશ્યુ કરી તમામને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો.
રૂપાણીની નોટીસ બાદ ઈન્દ્રનિલ મેદાને, હવે આગળ વધતા નહીં મારે કંઈ ન કરવુ પડે તેવી અપેક્ષા
મારી અને વિજયભાઈની ચિંતા ન કરો તમારી અને તમારી પાર્ટીની કરો : ગોવિંદ પટેલ
જૂઓ વીડિયોમાં કેવી રીતે 132 પેસેન્જર સાથે ચીનમાં પ્લેન પહાડ પર ક્રેશ થયું હતું